- વરસાદ ખેંચાતા અરવલ્લી ના જળાશયો ના તળીયા દેખાયા
- જિલ્લાના જળાશયોમાં આવતા પાણીનો સ્ત્રોત રાજસ્થાન તરફથી આવતી નદીઓ છે
- જિલ્લામાં 2 લાખ હેકટર જમીનમાં ખેતીમાં વાવેતર થાય છે
અરવલ્લી: જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધયો છે. ઓગસ્ટ માસની શરૂઆત સુધીમાં 21 ટકા જ વરસાદ નોંધાતા જળાશયોમાં પાણીંની અછત (Water scarcity) સર્જાઈ છે. જિલ્લાના જળાશયોમાં હાલ સરેરાશ 0 થી 40 ટકા જેટલું પાણી બચ્યું છે. વાત્રક, માઝુમ, મેશ્વો, વૈડી, લાંક પાંચ જળાશયોમાં પાણીનો જથ્થો ખુબ ઓછો છે. મોડાસા શહેર પાસે આવેલા માઝુમ જળાશયમાં પાણીનો જથ્થો 35.74 ટકા છે. જેના કારણે વરસાદ ન પડયોતો જળાશયના આધારે ખેતી કરતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવું સિંચાઈ વિભાગ (Irrigation Department) માટે પણ કઠિન છે.
ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લીમાં નોંધાયો આ પણ વાંચો : વરસાદ ખેંચાતા કચ્છના ખેડૂતો બન્યા પાયમાલ, સરકાર ખેડૂતોની વ્હારે આવે એવી આશા
જિલ્લામાં સર્જાઈ શકે છે પાણીની સમસ્યા
અરવલ્લી (Aravalli) જિલ્લાના જળાશયોમાં આવતા પાણીનો સ્ત્રોત રાજસ્થાન તરફથી આવતી નદીઓ છે. રાજસ્થાનના ડુંગરપૂર સહિતના વિસ્તારોમાં પડતા વરસાદના આધારે ડેમમાં પાણી આવતું હોય છે તેવા સંજોગોમાં સ્થિતિ કફોડી બની શકે છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં નોંધાયો છે. સીઝનમાં 21 ટકા વરસાદના કારણે જિલ્લામાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. જિલ્લામાં 2 લાખ હેક્ટર જમીનમાં ખેતીમાં વાવેતર થાય છે પંરતુ વરસાદના અભાવે વાવેતર ઘટ્યું છે. તેવા સંજોગોમાં ખેડૂતો માટે મોટી મુશ્કેલી રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર કે.બી.પટેલીયાએ જણાવ્યુ હતું કે, હાલમાં માજુમમાં 35.74 ટકા, વાત્રકમાં 30.70 ટકા, મેશ્વોમાં 42.83 ટકા, વૈડીમાં 16.38 ટકા અને લાંકમાં- 00.71 ટકા છે. હાલમાં કોઇ પણ ડેમમાં પાણીની આવક નથી. જો વરસાદ આશા પ્રમાણે નહિ પડે તો પીવાના પાણીની વ્યવસ્થા કરી શકીશું પણ સિંચાઈ (Irrigation) માટેની વ્યવસ્થા ખોરવાઈ શકે છે.
ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લીમાં નોંધાયો અરવલ્લી જિલ્લાના પાંચ જળાશયોમાં ટકાવારી પ્રમાણે પાણીનો જથ્થો :
- માજુમ-35.74 ટકા
- વાત્રક-30.70 ટકા
- મેશ્વો- 42.83 ટકા
- વૈડી 16.38 ટકા
- લાંક -00.71 ટકા
ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લીમાં નોંધાયો