- મોડાસામાં કરાઇ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
- જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ હોય તેવી મહિલાઓને સન્માનિત કરાયાં
- "શિક્ષણ બનાવે સ્ત્રીને સશક્ત " વિષય પર હેતલબેન પંડ્યાએ વકત્વ આપ્યું
અરવલ્લી : જિલ્લાના મોડાસા ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસાના નગરપાલિકાના ટાઉનહોલ ખાતે જિલ્લા બાળ વિકાસ કચેરી અને જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ કચેરીના સંયુકત ભાગરૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . જેમાં જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્મિતા પટેલ ઉપસ્થિતિ રહ્યાં હતાં. તો બીજી તરફ મોડાસા સાયન્સ કોલેજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યોગ, આયુર્વેદ ન્યુટ્રિશન પર આયુર્વેદિક ઓફિસર ડૉ. દિપ્તીબેન ઉપાધ્યાયે 'સ્ત્રીઓ કેવી રીતે સ્વસ્થ રહી શકે' તે અંગે માહિતી આપી હતી. જ્યારે 'શિક્ષણ બનાવે સ્ત્રીને સશક્ત' વિષય પર હેતલબેન પંડ્યાએ વકત્વ આપ્યુ હતું.
આ પણ વાંચો -ફિલ્મ જગતમાં ખ્યાતિ પામનાર ડાંગનાં અંતરિયાળ વિસ્તારની યુવતી મોનાલિસા પટેલ
ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનારી મહિલાઓનું કરાયું સન્માન
"ઇન્ટરનેશનલ વુમન્સ ડે" નિમિત્તે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેવી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પટેલ તૃષા જેને ISHO દ્વારા ચંદ્રયાન-2 જ્યારે લોન્ચ થશે, ત્યારે યંગ ચાઇલ્ડ સાઇન્ટિસ્ટ તરીકે મોડાસાની દીકરીને ખાસ ઉપસ્થિત રહેવા માટેનો વિશેષ આમંત્રણ અત્યારથી આપ્યું છે. તેવી દીકરીનું સન્માન કરવામાં આવ્યું હતું. મોહસીના દાદુ જેમને એજ્યુકેશન ટ્રેનર છે અને થેલેસેમિયાના પેશન્ટ છે. સુભદ્રા પટેલ કે જેમને હેન્ડીકેપ મહિલા છે, જેમને વિકલાંગ બહેનો માટેની તાલીમ કેન્દ્રો ચલાવે છે.
આ પણ વાંચો -અમદાવાદમાં મહિલા દિવસ નિમિત્તે સેલિબ્રેશન
મહિલાઓ માટે વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી નિમિત્તે ટાઉન હોલ ખાતે ઉપસ્થિત જિલ્લા શિક્ષણ અધિકારી ગાયત્રી પટેલ મહિલાઓને સંબોધતા જણાવ્યું કે, સોમવારનો દિવસ મહિલાઓ માટે ખાસ છે. આજના દિવસે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીઓ કરવામાં આવી રહી છે. મહિલાઓ માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેવી કે પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, 181-મહિલા હેલ્પલાઈન, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, વ્હાલી દીકરી યોજના જેનો મહિલાઓ ઉપયોગ કરતી નથી. આ યોજનાઓ મહિલાઓ માટે જ છે તો તેનો ઉપયોગ કરો.
આ પણ વાંચો -કોરોના સંક્રમિત લોકોની સેવા કરનાર મહિલાઓનું સમ્માન કરી મહિલા દિવસની ઉજવણી કરાઈ