મોડાસા ખાતે બહેરા મૂંગા શાળામાં આંતરરાષ્ટ્રીય બાળદિનની ઉજવણી કરાઇ - modasa news
અરવલ્લી: જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા વા.હી.ગાંધી બહેરા-મૂંગા શાળા, મોડાસા ખાતે આંતરરાષ્ટ્રીય બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને પ્રાસંગિક પ્રવચનમાં કલેકટર ડૉ. અનિલ ધામેલીયા એ બાળ અધિકારો વિષે સમજણ આપી કોઇપણ બાળક પોતાને આપેલા હકથી વંચિત ન રહે તેના પર ધ્યાન રાખવા અને કૌશલ્ય લક્ષી તાલીમ આપવા જણાવ્યું હતું.
આ પ્રસંગે વા.હી.ગાંધી બહેરા-મૂંગાશાળા મોડાસા ખાતે પ્રમુખ ડૉ. ટી.બી. પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અમરનાથવર્મા, મોડાસાનગરપાલિકા પ્રમુખ સુભાષભાઈશાહ, જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન એચ.પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમીરભાઈ પટેલ, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન અને સભ્યો, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.પી.પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દિલીપસિંહ બિહોલા, મોડાસા પ્રાંત કચેરીના શેખ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા વા.હી.ગાંધી બહેરા-મૂંગાશાળા મોડાસાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.