- ઇન્ટર્નલ માર્કમાં 100 ટકા, બોર્ડની પરિક્ષામાં નાપાસ
- માર્ચમાં લેવાઇ હતી ધોરણ 10 બોર્ડની પરીક્ષા
- શિક્ષણ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા
અરવલ્લીઃ માર્ચ-2020માં યોજાયેલ ધોરણ-10ની બોર્ડની પરીક્ષામાં નાપાસ તેમજ ગ્રેસિંગથી પાસ થયેલ વિદ્યાર્થીઓના ઈન્ટરનલમાં 100 ટકા માર્કસ આવ્યા છે. આ ત્રુટી સામે આવતા શિક્ષણ વિભાગ ચોંકી ઉઠ્યું છે અને રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે. ધોરણ-10માં ગ્રેસિંગથી પાસ થયેલા તેમજ કેટલાક નાપાસ વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્કની લ્હાણી કરી દેવાઈ છે. આવા કેટલાક વિદ્યાર્થીઓને શાળાએથી 16થી લઈ પૂરે પૂરા 20 માર્ક આપી દેવાયા છે.
અરવલ્લીની 16 ગ્રાન્ટેડ અને 14 ખાનગીઓમાં તપાસ થશે