- અરવલ્લીમાં જોવા મળ્યો વિચિત્ર કિસ્સો
- આંતરજ્ઞાતિય લગ્નમાં સમાજનો વિરોધ
- પોલીસે દરમિયાનગીરી કરીને લગ્ન કરાવ્યા
અરવલ્લી: જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા રામપુરી ગામે આંતરજ્ઞાતિય લગ્ન પ્રસંગમાં સમાજનો વિરોધ હોવાથી વાતવારણ ડોહળાય તેવી પરિસ્થિતી હતી. યુવક પટેલ અને યુવતી અનુસૂચિત જન જાતિની હોવાથી યુવતીના સમાજનો વિરોધ હતો . જેને લઇને ગામમાં લગ્ન પૂર્વે તણાવભર્યો માહોલ સર્જાયો હતો. લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે કન્યાના પરિવારજનોએ પોલીસની મદદ માગી હતી. લગ્ન પ્રસંગ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે DySP, LCB સહિત ભિલોડા પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો.