ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના રતનપુર બોર્ડર પર પોલીસનું સઘન ચેકીંગ - aravalli news

અરવલ્લીઃ કલમ 370 દુર કર્યા બાદ તેમજ 15મી ઓગસ્ટને લઇ કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે જિલ્લાની રતનપુર બોર્ડર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. દિલ્હી તરફથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

અરવલ્લીના રતનપુર બોર્ડર પર કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસનું સઘન ચેકીંગ, ETV BHARAT

By

Published : Aug 14, 2019, 11:08 PM IST

કલમ 370 દુર કર્યા બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે. ખાસ કરીને દરિયાઈ તેમજ ગુજરાતની પ્રવેશતી સીમાઓ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. નેશનલ હાઈવે નંબર 8 પર અને દિલ્હીથી ગુજરાતમાં પ્રવેશતા રતનપુર સીમા પર પોલિસની બાઝ નજર છે.

અરવલ્લીના રતનપુર બોર્ડર પર કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસનું સઘન ચેકીંગ, ETV BHARAT
આ ઉપરાંત 15મી ઓગસ્ટને લઇને પણ પોલીસ સુરક્ષા રતનપુર સીમા પર વધારી દેવામાં આવી છે. દિલ્હી અને રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ વાહનોને પોલીસ કર્મીઓ દ્વારા તપાસ કરાઈ રહી છે. સ્વતંત્રા પર્વની ઉજવણીમાં કોઇ પણ પ્રકારની અનિચ્છનિય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ તંત્ર સજ્જ છે.

ABOUT THE AUTHOR

...view details