અરવલ્લી: જિલ્લામાં અનલોક-૨ના અમલ પછી જિલ્લા અને મોડાસા શહેરી વિસ્તારમાં મળીને કુલ 571થી વધુ નાના-મોટા ઔધોગિક એકમો ધમધમતા થયા છે. પરંતુ તેઓ કોરોના સંક્રમણને અટકાવવા એકમના સ્થળે સેનેટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તથા ફરજીયાત માસ્કનો ઉપયોગ કરે છે કે નહિ તેની શ્રમ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
અરવલ્લી: 26 ઔદ્યોગિક એકમોમાં શ્રમ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ - Aravalli corona updet
અરવલ્લીના 26 ઔદ્યોગિક એકમોમાં કોરોના સંક્રમણને અટકાવવા એકમના સ્થળે સેનેટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તથા ફરજીયાત માસ્કનો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં તે અંગે શ્રમ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
અરવલ્લી: 26 ઔદ્યોગિક એકમોમાં શ્રમ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ
જયાં કોરોનાના સંક્રમણથી બચવા ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં કામદારો કામના સમયે માસ્ક અને હેન્ડ ગ્લવ્ઝ ઉપયોગ તેમજ કામના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે છે કે તેની ચકાસણી કરવામાં આવી હતી. અને વધુમાં કામના સ્થળે હાથ ધોવાની વ્યવસ્થા અને સ્થળનું સમયાંતરે સેનેટાઈઝેશન થાય છે કે કેમ તે અંગે માહિતી મેળવી અને કામદારોની આરોગ્ય વિષયે સેવાઓ અંગે સૂચન આપ્યું હતું.