કોરોનાના કેસ વધતા અરવલ્લીમાં શટડાઉન કરવામાં આવ્યું - મોડાસાના તાજા સમાચાર
જિલ્લામાં કોરોનાના કેસ વધતાં વેપારી એસોસિએશન અને નગરપાલિકાના પ્રમુખ દ્વારા વેપાર-ધંધા બંધ રાખવા માટે સ્વૈચ્છિક સંમતિ આપવામાં આવી હતી. જેને લઇને કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે એપિડેમીક અને ડિઝાસ્ટર એક્ટ મુજબનું જાહેરનામું બહાર પાડી સંપૂર્ણ બંધ રાખવાનો આદેશ કર્યો છે.
અરવલ્લીઃ જિલ્લામાં કોરોનાના કેસ વધતાં વેપારી એસોસિએશન અને મોડાસા નગરપાલિકાના પ્રમુખ દ્વારા વેપાર-ધંધા બંધ રાખવા માટે સ્વૈચ્છિક સંમતિ આપવામાં આવી હતી. જેને લઇને કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે એપિડેમીક અને ડિઝાસ્ટર એક્ટ મુજબનું જાહેરનામું બહાર પાડી સંપૂર્ણ બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ શટ ડાઉન લોકડાઉન 3.0ની અવધિ સુધી છે. જેથી હવે જિલ્લામાં દૂધ, મેડિકલ, રાંધણ ગેસ, વ્યાજબી ભાવની દુકાન અને હોસ્પિટલને બાદ કરતાં બધી દુકાનો બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં હાલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 76 છે, જ્યારે 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.