અરવલ્લી: જિલ્લામાં કોરોના વાઇરસને લઇ 300 થી વધુ લોકો સંક્રમિત થયા છે. ત્યારે આવા સમયે કોરોનાનું સંક્રમણનું સૌથી વધુ જોખમ સર્ગભાઓ, ધાત્રી માતાઓ અને નાના બાળકો પર હોય છે, ત્યારે આવી કોરોનાની કપરી પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કરી તેમના આરોગ્યની ખાસ દરકાર રાખવામાં આવી રહી છે.
અરવલ્લીમાં 6044થી વધુ સર્ગભાઓની આરોગ્ય તંત્ર દ્વારા સંભાળ લેવાઇ - Anganwadi Center Aravalli
અરવલ્લી જિલ્લામાં કોરોના વાઇરસને લઇ 300 થી વધુ લોકો સંક્રમિત થયા છે. ત્યારે આવા સમયે કોરોનાનું સંક્રમણનું સૌથી વધુ જોખમ સર્ગભાઓ અને નાના બાળકો પર થઈ રહ્યું છે. જેથી આરોગ્ય તંત્ર દ્વારા 6044 થી વધુ સર્ગભાઓની સંભાળ લેવામાં આવી રહી છે.
જિલ્લાના કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સિવાયની આંગણવાડી કેન્દ્રમાં માત્ર મર્યાદિત એવા પાંચ-પાંચની સંખ્યામાં માતા-બાળકને બોલાવવામાં આવે છે. જેમને સામાજીક અંતર સાથે બેઠક વ્યવસ્થા કરી તેમના રસીકરણ કર્યા બાદ અન્ય સર્ગભાઓને બોલાવમાં આવે છે. એમાંય આરોગ્ય કાર્યકર દ્વારા ફરજીયાત માસ્ક, હેન્ડ ગ્લોવઝ તેમજ હાથ સેનિટાઇઝ કર્યા બાદ જ રસીકરણ કરાય છે. જેમાં જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા 6044 સર્ગભા બહેનોને ટી-ટીના બુસ્ટર ડોઝ, પ્રથમ, દ્વિતીય અને તૃતીય, એન્ટીનેટલ સેવાઓ ઘરે બેઠા સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે.