અરવલ્લી:મોડાસા શાળાઓમાં શિક્ષકે દ્વારા વિદ્યાર્થીઓને સજા રૂપે માર મારવાની(Incident of beating students in Modasa ) ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. આ ઘટનાઓના બને તે માટે સરકાર દ્વારા કડક નિયમો બનાવી સજાની જોગાવાઇ પણ કરી છે. છતાં કેટલાક શિક્ષકો ક્રુરતાની હદ વટાવી જાય છે. આવુ જ કંઈક બન્યુ છે અરવલ્લીના મોડાસામાં જ્યાં ખાનગી શાળાના શિક્ષકે એક સાથે 50 વિદ્યાર્થીઓને લાકડી વડે માર મારતા શરીર શોળ ઉપસી આવ્યા છે.
બાળકોના શરીર પર શોળ ઉપસી આવ્યા
અરવલ્લીના મોડાસાની ચાણક્યમાં 11ધોરણ સાયન્સમાં ભણતા વિદ્યાર્થી માટે ગઇકાલનો દિવસ કાળ સમાન હતો. વિદ્યાથીઓના જણાવ્યા અનુસાર શિક્ષક પીનલ પટેલ તેમના ઉપર અમાનુષી બની તુટી પડ્યો હતો. પીનલ પટેલ તેમના ઉપર સતત લાકડીઓ વીજીંતો રહ્યો. વિદ્યાર્થી થી દર્દ સહન થતુ ન હતં પરંતુ શિક્ષક વારંવાર ધમકીઓ આપી બસ લાકડીઓ મારી રહ્યા હતા એટલી હદે કે બાળકોના કુમળા શરીર પર શોળ ઉપસી આવ્યા હતા.