અરવલ્લી: જિલ્લા આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે, જિલ્લામાં ગુરૂવારે ધનસુરા ગામમાં બે, જ્યારે શીકાકંપા અને સુકા વાંટડામાં એક-એક કેસ નોંધાતા કુલ ચાર કેસ મળી આવ્યા હતા, તો બાયડના હેમાત્રાલ અને ડાભામાં એક-એક મળી એમ કુલ બે કેસ તેમજ મોડાસા શહેરમાં વધુ એક કેસ મળી આવ્યો હતો. એમ જિલ્લામાં કુલ 7 કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. જેથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 101 પર પહોંચી છે.
અરવલ્લીમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા, આંકડો 101 પર પહોચ્યો - અરવલ્લીમાંં કોરોના વાઇરસના દર્દીનીી સંખ્યા
અરવલ્લી જિલ્લામાં કોરોના વાઇરસના ગુરૂવારે 7 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 101 પર પહોચી છે.
અરવલ્લી: કોરોનાના વધુ 7 કેસ નોંધાયા, આંકડો 101એ પહોચ્યો
જેને કારણએ આરોગ્ય વિભાગ દ્વારા 321 ટીમો બનાવી હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં આરોગ્ય વિભાગની યોગ્ય સારવારથી 75 લોકો કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. તેમજ વાત્રક કોવિડ હોસ્પિટલમાં 14, મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં 11, કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે મોડાસાના કોવિડ કેર સેન્ટરમાં 02 તેમજ બાયડના કોવિડ કેર સેન્ટરમાં 03 દર્દીઓને રખવામાં આવ્યાં છે.