અરવલ્લીઃ જિલ્લામાં બુધવારની મોડી સાંજે 300 સેમ્પલના રિપોર્ટ આવ્યા જેમાંથી 25 કેસના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રની સાથે વહીવટી તંત્રમાં પણ હડકંપ મચી ગયો હતો. એક સાથે 25 કેસ પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં ભય છવાઇ ગયો છે. આ સાથે જ અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 47 પર પહોંચ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ જિલ્લાના મોડાસામાં પાંચ, શિલાદ્રી, શોભાયડામાં ત્રણ, ટીંટોઈ, બ્રહ્મપુરી, અમલાઈમાં ત્રણ, લિંભોઈ, મેઘરજ, સુરપુર, જનાલી ટાંડામાં ત્રણ, કરણપુર, સુનોખ, શામપુર, ખડોદા અને જાબચીતરીયામાં કેસ નોંધાયા છે.
આ તમામ વિસ્તારોના 5 કિમી ત્રિજ્યામાં આવેલા વિસ્તારને બફરઝોન વિસ્તાર COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલા છે. જયારે 5 કિ.મી વિસ્તારને બફર ઝોન જાહેર કરેલા છે.