અરવલ્લી: પાંચ માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં અરવલ્લી જિલ્લામાં એસ.એસ.સીના 29 કેન્દ્રો પરથી 22,333 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 2308 પરીક્ષાર્થીઓ છે.
- સામાન્ય પ્રવાહના 10,057 વિદ્યાર્થીઓ
બોર્ડની પરીક્ષાના યોગ્ય આયોજન માટે એસ.એસ.સીના મોડાસા ખાતે ઝોન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર ધોરણ 10ના તમામ 29 કેન્દ્રોમાંથી 9 સંવેદનશીલ 19 અતિ સંવેદનશીલ કેન્દ્રો છે. જ્યારે ધોરણ 12ના 13 કેન્દ્રોમાંથી 2 કેન્દ્રો સંવેદનશીલ અને 5 અતિ સંવેદનશીલ કેન્દ્રો છે. ધોરણ 10ના તમામ 29 કેન્દ્રોમાંથી 57 બિલ્ડિંગ પર તેમજ ધોરણ 12ના 13 કેન્દ્રોમાં 29 બિલ્ડીંગ પર પરીક્ષા લેવામાં આવશે.