અરવલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને કોરોના વાઈરસથી બચવા માટે આયુર્વેદ અને હોમિયોપેથિક ઉપાયને શ્રેષ્ઠ ગણાવ્યો છે. જે લોકોમાં રોગપ્રતિકાર શક્તિ ઓછી હોય તેવા સંજોગોમાં જ કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શક્યતા વધારે હોય છે. આયુષ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ આયુર્વેદ ઉકાળા અને હોમિયોપેથીક દવાનું વિતરણ હાથ ધરવામાં આવ્યું છે.
અરવલ્લીના 171 ગામોમાં 41,712 હોમિયોપેથી દવાનું અને 54,563 આયુર્વેદિક ઉકાળા પેકેટનું વિતરણ કરાયું - અરવલ્લી કોરોના અપડેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને કોરોના વાઈરસથી બચવા માટે આયુર્વેદ અને હોમિયોપેથિક ઉપાયને શ્રેષ્ઠ ગણાવ્યો છે. જે લોકોમાં રોગપ્રતિકાર શક્તિ ઓછી હોય તેવા સંજોગોમાં જ કોરોના વાઈરસનું સંક્રમણ વધવાની શક્યતા વધારે હોય છે. આયુષ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ આયુર્વેદીક ઉકાળા અને હોમિયોપેથીક દવાનું વિતરણ હાથ ધરવામાં આવ્યું છે.
અરવલ્લી જિલલામાં નાગરિકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે આયુર્વેદ અધિકારી પુષ્પાબેન ખરાડી અને તેમની ટીમ દ્વારા અરવલ્લીના ગામે ગામ આયુર્વેદિક ઉકાળા પેકૅટેસ અને હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં અરવલ્લી જિલ્લાના 5 હોમિયોપેથિક, 19 આયુર્વેદિક દવાખાનાઓ મારફતે અત્યાર સુધી 171 ગામોને આવરી લેવામાં આવ્યા છે.
અરવલ્લી જિલ્લામાં લોકડાઉનનો અમલ શરુ થયા બાદ સોશ્યિલ ડિસ્ટન્સીંગ જાળવી 72106 લોકોને આયુર્વેદ ઉકાળાના ડોઝ અને 41712 નાગરિકોને હોમિયોપેથીક દવાના ડોઝનું જિલ્લાના વિવિધ સ્થળોથી વિતરણ કરવામાં આવ્યું છે. જયારે 54563 લોકોને ઉકાળા પેકૅટસનું વિતરણ કરવામાં આવ્યું છે.