તસ્કરોએ મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા ગ્રીનસીટી બંગ્લોઝમાં રહેતા શામળાજી અને આર.ટી.ઓ કચેરીમાં ફરજ બજાવતાં આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર મનીષ ચૌધરીના મકાનના દરવાજા નકૂચા તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ માલસામાન વેરવિખેર કરી રસોડામાં રાખેલા ગુલાબ જામુન લિજ્જત માણી હતી. ત્યારબાદ અન્ય મકાનમાં ત્રાટક્યા હતા. જોકે આ મકાન ખાલી પડયો હોવાથી તસ્કરોને ફેરો માથે પડ્યો હતો.
મોડાસામાં મધ્યરાત્રિએ RTO ઇન્સપેક્ટરના ઘરના તાળા તૂટ્યા
અરવલ્લીઃ જિલ્લામાં હવે ચોરીના કિસ્સાઓ આમ થઇ ગયા છે. ચોરો દિવસ દરમિયાન રેકી કરી જે ઘરને તાળું મારેલું હોય તેને રાત્રિના સમયમાં નિશાન બનાવે છે. મોડાસામાં ગતરાત્રિએ શામળાજી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા આસિસ્ટન્ટ આરટીઓ ઇન્સ્પેક્ટર મનીષ ચૌધરી તેમજ અન્ય એક મકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યું હતું.
મોડાસામાં મધ્યરાત્રિએ આ.ટી.ઓના ઘરના તાળા તૂટ્યા
હાલ આર.ટી.ઓ અધિકારી બહારગામ ગયા હોવાથીનો આંકડો બહાર આવ્યો નથી. લૂંટની ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. સ્થાનિકોએ મોડાસા પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે પોલીસ અધિકારીએ પ્રાથમિક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.
.