અરવલ્લી : જિલ્લામાં કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે પોલીસ કર્મચારીઓ ખડે પગે સેવા આપી લોકોની બિન જરૂરી અવર-જવર અટકાવી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના કર્મચારીઓના આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. ચેક-અપ દરમિયાન પોલીસ કર્મીઓની અન્ય બીમારીઓ અંગે પણ માહિતી મેળવી હતી.
અરવલ્લી જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી તેમ છતાં આરોગ્ય વિભાગ સતર્ક છે અને સઘન તપાસ હાથ ધરી રહ્યુ છે. તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 20 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે તમામ કેસ નેગેટીવ આવતા આરોગ્ય વિભાગ હાલ રાહતનો શ્વાસ લઇ રહ્યું છે.