ગુજરાત

gujarat

ETV Bharat / state

હું વોટ કરીશ! લોકશાહીના મહાપર્વને લઈને મતદાન જાગૃતિ માટે અવસર રથને લીલીઝંડી

વિધાનસભા ચૂંટણીને લઈને અરવલ્લીમાં મતદાન જાગૃતિ અભિયાન (Aravalli Avsar Rath) ચાલુ કરવામાં આવ્યું છે.  કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી મતદાન જાગૃતિને (Vote Awareness Campaign in Aravalli) લઈને અવસર રથને લીલીઝંડી આપીને પ્રારંભ કર્યો છે. (Gujarat Assembly Election 2022)

હું વોટ કરીશ! લોકશાહીના મહાપર્વને લઈને મતદાન જાગૃતિ માટે અવસર રથને લીલીઝંડી
હું વોટ કરીશ! લોકશાહીના મહાપર્વને લઈને મતદાન જાગૃતિ માટે અવસર રથને લીલીઝંડી

By

Published : Nov 17, 2022, 11:56 AM IST

અરવલ્લી : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટકાવારી અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા (Aravalli Avsar Rath) પ્રેરાય એવા ઉદ્દેશથી અવસર લોકશાહીનો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મિશન 2022 હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં તારીખ 3 નવેમ્બરથી 17 નવેમ્બર દરમિયાન અવસર રથ ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. (Vote Awareness Campaign in Aravalli)

અવસર લોકશાહીનો રથ ફરશેલોકશાહીના અવસર ચૂંટણી અંગે લોકોને માહિતી મળે અને લોકો મોટી સંખ્યામાં મત આપવા માટે પ્રેરાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. જેમાં અરવલ્લી જિલ્લામાં ભામાશા ખાતેથી બુધવારના રોજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ર્ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા અવસર રથને લીલીઝંડી આપીને પ્રારંભ કરવામાં આવ્યો હતો. (Voting awareness slogans)

મતદાન જાગૃતિની રંગોળી

મતદાન જાગૃતિ મહત્વનો ભાગઆ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ફર્સ્ટ ટાઈમ વોટરને વધારે મતદાન કરવા અને કરાવવા જાગૃત કર્યા હતા. કલેક્ટરે જણાવ્યું હતું કે, હું વોટ કરીશ! અવસર રથ ફરી મતદાન જાગૃતિ માટે મહત્વનો ભાગ ભજવશે. લોકશાહીના પર્વમાં ભાગીદાર બનવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. મતનું મહત્વ સમજાવી મતદાન અંગે જાગૃત અને પ્રેરિત કરવા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ વખતે અરવલ્લીમાં 85505 યુવા મતદારો નોંધાયા છે. જેમાં 44,995 સ્ત્રી તેમજ, 40,523 પુરૂષ અને અન્ય 7 મતદારો નોંધાયા છે. (vote awareness rangoli)

શાળાના બાળકો દ્રારા રેલી કાઢવામાં આવીઆ પ્રસંગે શાળાના બાળકો દ્વારા રંગોળી તેમજ જાગૃતિ ફેલાવતા બેનરો સાથે રેલી કાઢી નગર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કોલેજના યુવાનોને મતદાન અચૂક કરવા શપથ પણ લેવડાવામાં આવ્યા હતા. આ ઉપરાંત જૂનાગઢમાં પણ એક યુવાન દ્વારા પુષ્પ વડે આહલાદક મતદાન જાગૃતિફેલાવી રહ્યો છે. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details