ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly Election 2022 : અરવલ્લીની મોડાસા વિધાનસભા બેઠક આ વખતે પણ ભાજપના હાથમાં નહીં આવે? - રાજેન્દ્રસિંહ ઠાકોરની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો અરવલ્લીની મોડાસા વિધાનસભા બેઠક ( Modasa Assembly Seat) વિશે.

Gujarat Assembly Election 2022 : અરવલ્લીની મોડાસા વિધાનસભા બેઠક આ વખતે પણ ભાજપના હાથમાં નહીં આવે?
Gujarat Assembly Election 2022 : અરવલ્લીની મોડાસા વિધાનસભા બેઠક આ વખતે પણ ભાજપના હાથમાં નહીં આવે?

By

Published : Jun 11, 2022, 6:01 AM IST

અરવલ્લી - ગુજરાત વિધાનસભાની પૂર્ણ કાળની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ડીસેમ્બરમાં યોજવાની થાય છે. જેથી રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ગયેલ જોવા મળી રહી છે. આ સમયે અરવલ્લીની ત્રણ વિધાનસભાની બેઠકો સત્તા પક્ષ અને વિપક્ષ માટે મહત્વની છે. કેમ કે ગત વખતે અરવલ્લીની ત્રણે બેઠકો પર કોંગ્રેસના પંજાએ છાપ છોડી હતી. ત્યારે આ વખતે અરવલ્લીના મોડાસા-ધનસુરા વિધાનસભા બેઠકની ( Modasa Assembly Seat) પરિસ્થિતિ શું છે તે જાણીએ.

મોડાસા વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી-25,319 મતદારોનો વધારો આ વખતે નોંધાયો છે. જિલ્લાના મોડાસા-ધનસુરા વિધાનસભા ( Modasa Assembly Seat) મતક્ષેત્રમાં કુલ 2,69,703 મતદારો છે. જેમાં 1,37,260 પુરૂષ મતદારો,1,32,425 સ્ત્રી મતદારો તેમજ 18 અન્ય મતદારો છે. જે ગત વખતની સરખામણીમાં 25,319 મતદારોનો વધારો સૂચવે છે. જ્ઞાતિ સમીકરણોની વાત કરીએ તો મોડાસા અને ધનસુરા તાલુકામાં ઠાકોર સમાજની વસ્તી વધુ છે. જેથી રાજકીય પક્ષો કેટલાય વર્ષોથી મોડાસા- ધનસુરા મતવિસ્તારમાં ઠાકોર સમાજના ઉમેદવારોની પસંદગી કરે છે. લેઉઆ,કડવા અને કચ્છી પટેલોની વસ્તી પણ નોંધપાત્ર છે. તો બીજી બાજુ મોડાસા તાલુકામાં લધુમતી મતો પણ કુલ મતોના 10-11 ટકાનું અનુમાન છે.

25,319 મતદારોનો વધારો આ વખતે નોંધાયો છે

અગાઉની ચૂંટણીના પરિણામ -સાબરકાંઠાથી વિભાજીત કરી 15 ઓગષ્ટ 2013માં અરવલ્લી જિલ્લાનું સર્જન થયુ હતું. માઝુમ નદીના કાંઠે વસેલા મોડાસાને મુખ્ય મથક બનાવામાં આવ્યુ હતું. મોડાસમાં ( Modasa Assembly Seat) છેલ્લા બે ટર્મથી કોંગ્રેસ પક્ષના રાજેન્દ્રસિહ ઠાકોર વિજયી થયા છે. 2012માં તેમણે ભાજપના ચાર વખતના ધારાસાભ્ય દિલીપસિંહ પરમાર ને 22,858 મતોથી હરાવ્યાં હતાં. જ્યારે 2017માં કોંગ્રેસ પક્ષના રાજેન્દ્રસિહ ઠાકોરને 83,411 મત મળ્યાં હતાં અને ભાજપના પરમાર ભીખુસિંહજી ચતુર્થીસિંહજીને 81,771 મત મળ્યાં હતાં. આમ રાજેન્દ્રસિહ ઠાકોરે 1640 મતોની પાતળી સરસાઇથી જીત હાંસલ કરી હતી.

આ બેઠક સતત કોંગ્રેસના પલડે જાય છે

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : જીતેન્દ્ર સુખડીયાએ એટલે ચૂંટણી નહીં લડવાનું કહ્યું હતું! સયાજીગંજ બેઠક જાળવવી પડકાર

મોડાસા વિધાનસભા બેઠકની ખાસિયત - ટ્રક ટ્રાંસપોર્ટના વ્યવસાયના પગલે મુંબઇ, દિલ્હી,ઉદેપુર, જયપુર, ફરીદાબાદ અને અન્ય શહેરોમાં મોડાસાની ( Modasa Assembly Seat)એક આગવી છાપ છે. મોડાસામાં અલ્પ વિક્સીત જી.આઇ.ડી.સી આવેલ છે. જેમાંથી કેટલીક કંપનીઓ દ્રારા ખાદ્ય તેમજ અન્ય વસ્તુઓ બનાવી વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. આ બેઠક પરથી 1995 પછી હજુ સુધી ઠાકોર સમાજના ઉમેદવાર સિવાય કોઇ અન્ય સમાજ ઉમેદવારની જીત થઇ નથી અને બન્ને પક્ષોના ઉમેદવારોને ઠાકોર સમાજના વોટ લગભગ સરખા મળે છે.

અરવલ્લી જિલ્લાનું આ મુખ્ય શહેર છે

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : કચ્છની અંજાર વિધાનસભા બેઠક જીતવામાં કોઇપણ વિપક્ષને કેમ ભોં ભારે પડે છે?

AIMIM ફેક્ટર- અરવલ્લીમાં મોડાસા તાલુકામાં ( Modasa Assembly Seat)લઘુમતી મતો વિધાનસભાની ચૂંટણીઓમાં કેટલીક વખત નિર્ણાયક સાબિત થાય છે. ગત નગરપાલિકાની ચૂંટણીમાં મોડાસામાં એઆઈએમઆઈએમ પક્ષે ઝંપલાવ્યુ હતું અને 36માંથી 9 બેઠકો કબ્જે કરી હતી. જે કોંગ્રેસ માટે મોટી ચિંતાનો વિષય છે. કેમ કે ગત વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ફકત 1640 મતે જીત્યા હતાં. જો એઆઈએમઆઈએમ કોઇ ઉમેદવાર ઉભો રાખે તો કોંગ્રેસના હાથમાંથી સીટ જાય તેવી શક્યતાઓ નકારી શકાય નહી. જેમાં એઆઈએમઆઈએમ જીતવાના ચાન્સ તો “ન બરાબર” છે પરંતુ ભાજપને ચોક્ક્સપણે ફાયદો થઇ શકે છે.

લોકો આની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે

મોડાસા વિધાનસભા વિસ્તારની લોક માંગ - અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ( Modasa Assembly Seat)છેલ્લા ઘણાં સમયથી સિવિલ હોસ્પિટલની માંગ છે. જિલ્લો અસ્તિત્વમાં આવ્યાંને 9 વર્ષ ઉપર થવા આવ્યા છતાં સિવિલ હોસ્પિટલની માંગ સંતોષાઇ નથી. કોંગ્રેસ આ મુદ્દે વારંવાર ધરણા કરી ચૂકી છે છતાં કોઇ જ પરિણામ નથી. સિવિલ હોસ્પિટલ માટે ફાળવેલી જગ્યા બે વખત બદલવામાં આવી છે. ચૂંટણી આવતાં ફરીથી આ અંગે વહીવટીતંત્ર સંક્રિય થયું છે.

ABOUT THE AUTHOR

...view details