ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly Election 2022 : આ બેઠક પર બંને પક્ષ માટે સૌથી મોટો યક્ષપ્રશ્ન ઉમેદવારનો બનવાનો છે! - અનિલ જોષીયારાની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો અરવલ્લીની ભીલોડા વિધાનસભા બેઠક (Bhiloda Assembly Seat) વિશે.

Gujarat Assembly Election 2022 : આ બેઠક પર બંને પક્ષ માટે સૌથી મોટો યક્ષપ્રશ્ન ઉમેદવારનો બનવાનો છે!
Gujarat Assembly Election 2022 : આ બેઠક પર બંને પક્ષ માટે સૌથી મોટો યક્ષપ્રશ્ન ઉમેદવારનો બનવાનો છે!

By

Published : Jun 18, 2022, 6:00 AM IST

ભીલોડા- અરવલ્લીની ત્રણ બેઠકો પૈકીની ભીલોડા વિધાનસભા બેઠક જિલ્લમાં સૌથી વધુ મતદાતાઓ ધરાવે છે. આ વિસ્તારમાં મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકો વસે છે. ગુજરાતની અને રાજસ્થાનની સરહદ પર આવેલ આ પંથકમાં છેલ્લા પાંચ ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર જીતતા (Bhiloda Assembly Seat)આવ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે (Gujarat Assembly Election 2022) પરિસ્થિતિ કંઈક જુદી જ હશે. કેમ કે છેલ્લા પાંચ ટર્મથી અત્રેના ધારાસાભ્ય ડૉ.અનિલ જોષીયારા (Anil Joshiyara Seat ) જીતતા આવ્યાં હતાં અને તેમનું નિધન થઇ ચૂક્યું છે.

મતદારોમાં વધારો નોંધાયો છે

બેઠકની ડેમોગ્રાફી –જિલ્લાના ભીલોડા ર્વિધાનસભા બેઠક (Bhiloda Assembly Seat)મતક્ષેત્રમાં કુલ 3,09,982 મતદારો છે જેમાં 1,57,229 પુરૂષ મતદારો 1,52,738 સ્ત્રી મતદારો તેમજ 15 અન્ય મતદારો છે. જે ગત વખતની સરખામણીમાં 32,963 મતદારોનો વધારો સૂચવે છે. જ્ઞાતિ સમીકરણોની વાત કરીએ તો ભીલોડા- મેઘરજ તાલુકામાં આદિવાસી સમાજની વસ્તી વધુ છે. જેથી રાજકીય પક્ષો કેટલાય વર્ષોથી ભીલોડા મતવિસ્તારમાં (Assembly seat of Bhiloda ) આદિવાસી સમાજના ઉમેદવારોની પસંદગી કરે છે. આ ઉપરાંત ઠાકોર અને પટેલોની વસ્તી પણ નોંધપાત્ર છે. તો બીજી બાજુ મેઘરજ તાલુકામાં લઘુુમતી મતો પણ કુલ મતોના 7થી 7 ટકાનું અનુમાન છે જેમાં ખ્રિસ્તી સમુદાયના લોકોનો પણ સમાવેશ થાય છે. આ બેઠક કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વની છે કેમ કે જ્યાં સુધી વિધાનસભાની ચૂંટણી વાત છે ત્યાં સુધી મોદી વેવની અસર અત્રે જોવા નથી મળી. છેલ્લા 27 વર્ષથી ભાજપનું ગુજરાતમાં શાસન છે પરંતુ આ બેઠક પરથી કોંગ્રેસના ડૉ. અનિલ જોષીયારા (Anil Joshiyara Seat ) જીતતાં રહ્યાં હતાં. જોકે તેમનું કોરોનામાં મૃત્યુ થતાં કોંગ્રેસ માટે હવે કોણ તે પ્રશ્ન થઇ પડ્યો(Gujarat election 2022) છે. તેમના પુત્ર કેવલ જોષીયારાએ આગામી ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022)ઝંપલાવવાની ઇચ્છા દર્શાવી હતી પરંતુ તેમની રાજકીય કારકિર્દી પર તાલુકા પંચાયતમાં હારના કારણે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઇ ગયું છે.

દર વખતની આસાન બનતી કોંગ્રેસની જીત સવાલ ઉઠશે

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : અરવલ્લીની મોડાસા વિધાનસભા બેઠક આ વખતે પણ ભાજપના હાથમાં નહીં આવે?

અગાઉની ચૂંટણીના પરિણામ-જિલ્લામાં ભીલોડા વિધાનસભા બેઠક (Bhiloda Assembly Seat)કોંગ્રેસનો ગઢ કહીએ તો અતિશયોક્તિ નથી. કેમ કે છેલ્લા પાંચ ટર્મથી અત્રેના ધારાસાભ્ય ડૉ.અનિલ જોષીયારા જીતતા આવ્યા છે. તેઓ શંકરસિંહ વાધેલાની સરકારમાં આરોગ્યપ્રધાન પણ રહી ચુક્યા છે. 2012માં તેઓ ભાજપના નીલાબેન મોડીયા સામે ચૂંટણી લડ્યા હતાં. જેમાં તેમની 31,543 મતોથી જીત થઇ હતી. નીલાબેન મોડીયાને 64,256 અને અનિલ જોષીયારાને 95799 મતો મળ્યા હતાં. જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 માં (Gujarat Assembly Election 2017) તેઓએ ભાજપના પી.સી બરંડાને 12417 મતોથી હરાવ્યા હતાં. જેમાં પી.સી.બરંડાને 83,302 અને અનિલ જોષીયારાને 95,719 મતો મળ્યા હતાં. પી.સી. બરંડાએ (P C Baranda Seat) ડી.વાય.એસ.પી પદેથી રાજીનામુ આપી ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતું. નોંધનીય છે કે અનિલ જોષીયારાએ લંકેશ ફેમ ઉપેન્દ્ર ત્રિવેદીને બે વાર હરાવ્યા છે. 1995માં અનિલ જોષીયારા ભાજપમાંથી ચૂંટણી લડીને કોંગ્રસના ઉમેદવાર ઉપેન્દ્ર ત્રિવેદી હરાવ્યા હતાં. જ્યારે ઉપેન્દ્ર ત્રિવેદીને ભાજપે ટીકીટ આપી ત્યારે અનિલ જોષીયારાએ કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડી તેમને હરાવ્યા હતાં. આ ઉપરાંત ભીલોડા સીટ પરથી ભાજપ 2017 સુધી ફકત એક જ વખત વિજયી થયું છે. એમાં પણ અનિલ જોષીયારા ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતાં. જેના પરથી અનિલ જોષીયારાની (Anil Joshiyara Seat ) વ્યક્તિગત લોકપ્રિયતાનો ખ્યાલ આવી શકે છે. હવે અનિલ જોષીયારાનું નિધન થઇ ચૂક્યું છે ત્યારે કયો ઉમેદવાર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022)મતદાતાની પસંદગી પામશે તે પ્રશ્ન છે.

દેવની મોરી અને શામળાજી મંદિર વિશ્વ વિખ્યાત

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : ઈડરના મતદારોનો ધારાસભ્ય સામેનો રોષ ભાજપ માટે ભયકારી

બેઠકની ખાસિયત- ભીલોડા વિધાનસભા બેઠક (Bhiloda Assembly Seat) વિસ્તારમાં વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ શામળાજી આવેલું છે. જેથી ધાર્મિક દ્રષ્ટિએ આ વિસ્તારનું મહત્વ વધી જાય છે. શામળાજીના મેળા તરીકે જાણીતો વિશાળ મેળો કારતક સુદ-15ને દિવસે ભરાય છે. આ વિસ્તાર મહત્તમ આદિવાસી વિસ્તાર છે. જેઓ ગુજરાન માટે ખેતી, ખેતમજૂરી, પશુપાલન અને પર નિર્ભર છે. ખેતીના પાકની વાત કરીએ તો ડાંગર, ઘઉં, બાજરી, મકાઇ જેવા ધાન્ય પાક લેવાય છે. શામળાજી વિસ્તારમાં પાકતાં આદુની ખેતી ખૂબ જાણીતી છે. તો ફળોની ખેતીમાં જામફળની ખેતી જોવા મળે છે.શામળાજી પાસેના મેશ્વો ડેમના કારણે ભીલોડા વિધાનસભા બેઠકના લોકો પીવાના પાણી અને સિંચાઇના પાણી બાબતે સુખી કહેવાય તેવું છે. આ બેઠક વિસ્તારમાં સૈનિક સ્કૂલ પણ સ્થાપવામાં આવી છે. આદિવાસી બહુલ વિસ્તારમાં હોળીધૂળેટી મુખ્ય તહેવાર છે જેને લોકો ખૂબ ઉત્સાહથી ઉજવે છે. સમગ્ર વિસ્તાર મધ્યમવર્ગીય અને આર્થિક નબળાં મતદારોનું પ્રમાણ ધરાવે છે જેથી અહીંના લોકોની જીવનશૈલી સીધીસાદી જોવા મળે છે.

મતદારોને સ્પર્શી રહેલાં મુદ્દા

આ વિસ્તારની લોક માગ -ભીલોડા વિધાનસભા બેઠક (Bhiloda Assembly Seat) ના શામળાજીમાં મેશ્વો ડેમના મધ્યમાંથી ખોદકામમાં સૌથી નીચલા સ્તરમાં 8મી સદી પહેલાંની બૌદ્ધ કલાકૃતિઓ મળી આવી હતી. આ સ્થળનું ખોદકામ 1969-1963 વચ્ચે કરવામાં આવ્યું હતું. ગૌતમ બુદ્ધના અવશેષો રાખેલા હોય તેવા વિશ્વના પાંચ સ્થળોમાંથી દેવની મોરી એક છે, જ્યાં દાબડામાં બૌદ્ધના દાંત રાખવામાં આવ્યા હતાં. આ સ્થળે વિશાળ બૌદ્વ મંદિર બનાવવાની માગ છેલ્લા કેટલાય વર્ષોથી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેદ્ર મોદીએ પણ રૂ.1200 કરોડના ખર્ચ યાત્રાધામ વિકસીત કરવાની જાહેરાત કરી હતી. જોકે અગમ્ય કારણસર આ પ્રોજેક્ટને અભરાઇ પર ચડાવી દેવામાં આવ્યો છે. વિસ્તારમાં કોઇ મોટું ઔદ્યોગિક એકમ નથી તેથી ખેતી સિવાયની રોજગારી માટે યુવાનોને મુશ્કેલી પડી રહી છે. ભીલોડા વિસ્તારમાં શિક્ષણ સુવિધા અને આરોગ્ય સુવિધાને લઇને મુશ્કેલી છે જે ઉકેલવાની માગણી છે. આ વિસ્તારમાં ધોરણ 12 સુધી શાળાઓની સુવિધા છે પણ કોલેજો વધારવાની માગ છે જેથી ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધે. આરોગ્ય સુવિધાને માટે લોકો પીએચસી સેન્ટરની સુવિધાથી ચલાવી લેવું પડે છે. સારી મોટી હોસ્પિટલ હોય તો મહિલા અને બાળકો માટે વિસ્તારમાં જ આરોગ્યસુવિધા મળે તેવી અહીંના લોકોની લાગણી છે.આ મુદ્દા પર જે ઉમેદવાર લોકોનું મન જીતશે તે બેઠક પણ જીતે (Gujarat Assembly Election 2022) તેવી સંભાવના જોઇ શકાય છે.

ABOUT THE AUTHOR

...view details