- અરવલ્લીમાં GPSC ની પરીક્ષાઓ યોજાઇ
- સવારે 10-30 કલાકે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપી દેવાયો
- કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે તેમજ CCTV ની સુવિધા દેખરેખ હેઠળ પરીક્ષા યોજાઈ
અરવલ્લી: રાજ્યભરમાં યોજાઇ રહેલી નાયબ સેક્શન અધિકારી (Deputy Section Officer) તથા નાયબ મામલતદાર (Deputy Mamlatdar) વર્ગ-3 ની પ્રિલિમનરીની પરીક્ષાઓ યોજાઇ રહી છે. જે અંતર્ગત અરવલ્લીમાં પણ 31 કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને સવારે 10-30 કલાકે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. કોવિડની ગાઈડલાઈન (Covid Guideline) ના પાલન સાથે તેમજ તમામ પરીક્ષા કેન્દ્રોમાં CCTV ની દેખરેખ હેઠળ પરીક્ષા યોજવામાં આવી હતી. દરેક બ્લોકમાં 24 પરીક્ષાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. એક બિલ્ડીંગમાં 10 થી વધુ બ્લોક ફાળવવામાં આવ્યા ન હતા.
અરવલ્લીમાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓ યોજાઇ આ પણ વાંચો: રાજકોટમાં GPSCની વર્ગ-2 RFOની પરીક્ષામાં 30 ટકા વિદ્યાર્થીઓ જ હાજર
100 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ, સેલ્યુલર, ફોન જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો સાથે લઇ જવા પર પ્રતિબંધ
પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે CRPC ની કલમ-144 પણ લાગુ કરવામાં આવી હતી અને પરીક્ષા દરમિયાન તથા પરીક્ષા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લાના કેન્દ્રોની અંદર તથા તેની સીમાથી 100 મીટરની ત્રિજ્યામાં કોઈપણ વ્યક્તિ પરીક્ષા સમયે મોબાઈલ, સેલ્યુલર, ફોન, પેજર, કાર્ડલેસ ફોન, સ્માર્ટ વોચ, ટેબલેટ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો સાથે લઇ જવા પ્રતિબંધ ફરમાવામાં આવ્યો હતો.
અરવલ્લીમાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓ યોજાઇ આ પણ વાંચો: GPSCની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી
આદેશનો ભંગ કરનારા સામે ફોજદારી અધિનિયમ (IPC) ની કલમ-188 હેઠળ કાર્યવાહી
આ આદેશનો ભંગ કરનારા કોઈ વ્યક્તિ પાસેથી મોબાઈલ, સેલ્યુલર, ફોન, પેજર, કાર્ડલેસ ફોન, સ્માર્ટ વોચ, ટેબલેટ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવશે. તો સ્થળ ઉપરના સુરક્ષા અધિકારી (Security officer) આ સાધનો જપ્ત કરી શકશે. આ હુકમની ભંગ કરનારાને ભારતીય ફોજદારી અધિનિયમ (IPC) ની કલમ -188 હેઠળ સજાને પાત્ર થશે તથા ક્ષેત્રાધિકારી ધરાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) દરજ્જાથી ઉતરતા ન હોય તેવા અધિકારી ફરિયાદ માંડવા અધિકૃત કરવાં આવ્યા છે.
અરવલ્લીમાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓ યોજાઇ