કપાસના ભાવમાં ૧૫૦ રૂપિયાના કડાકાથી અરવલ્લીના ખેડૂતોમાં નિરાશા - ચીન
જિલ્લામાં ૧૫ હજાર કરતાં વધુ જમીનમાં કપાસનું વાવેતર થયું છે. જેના પગલે જિલ્લાના માર્કેટયાર્ડોમાં ધીમે ધીમે કપાસની આવક શરૂ થઇ છે. એક સપ્તાહ પૂર્વે કપાસનો ભાવ મણે રૂપિયા ૧૦૦૦થી ૧૨૦૦ જેટલો બોલાતો હતો, પરંતુ આ અઠવાડિયામાં કપાસના ભાવ ગગડયા છે. ઓછું થવાનું કારણ ચીનમાં હાહાકાર મચાવનાર વાયરસ છે તેવું જાણકારોનું માનવું છે.
અરવલ્લી : જિલ્લામાં કપાસનો પાક તૈયાર થઇ જતાં બાયડ, ધનસુરા, મોડાસા ,માલપુર, મેઘરજ અને ભિલોડા માર્કેટયાર્ડમાંમાં ખેડૂતો કપાસ લઈને આવી રહ્યા છે. પ્રારંભિક ચાર દિવસ સુધી ખેડૂતોને માર્કેટયાર્ડમાં કપાસના પ્રતિ મણ ભાવ રૂપિયા ૧૦૦૦થી 1100 મળતા ખેડૂતોએ મહદ્અંશે હાશકારો અનુભવ્યો હતો, પરંતુ ચાર દિવસ પછી કપાસના ભાવમાં પ્રતિ રૂપિયા 100થી 150નો કડાકો બોલાયો છે .પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોએ મોડાસા સહિત તમામ તાલુકા કક્ષાએ અને સબયાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવી તેવી માગ કરી છે.