ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં CIPFના નિવૃત જવાન લશ્કરી દળોમાં જોડાવા માગતા યુવાનોને આપી રહ્યા છે નિઃશુલ્ક તાલિમ - Modasa

મોડાસા તાલુકાના ટીંટોઇ ગામમાં નિવૃત સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીલ સિક્યુરિટી ફોર્સના જવાન દ્વારા લશ્કરી દળમાં ભરતી માટેની નિઃશુલ્ક ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં યુવકો અને બાળકો જોડાયા હતા.

નિઃશુલ્ક તાલિમ
નિઃશુલ્ક તાલિમ

By

Published : Oct 18, 2020, 4:20 PM IST

Updated : Oct 19, 2020, 8:03 PM IST

  • સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીલ સિક્યુરિટી ફોર્સના જવાન દ્વારા યુવાનોને નિઃશુલ્ક તાલીમ
  • ટીંટોઇ ગામમાં C.I.S.F આપી રહ્યા છે તાલીમ
  • નિ:શુલ્ક તાલીમમાં જોડાયા હતા 60થી 70 લાભાર્થી

અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઇ ગામમાં નિવૃત સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીલ સિક્યુરિટી ફોર્સના જવાન દ્વારા ગામના યુવકોને આર્મી, પોલીસ તેમજ અન્ય લશ્કરી દળોમાં ભરતીઓ માટે શારીરિક અને માનસિક તાલીમ આપી રહ્યા છે. ટીંટોઈ ગામથી એક કિલોમીટર દૂર આ આપવામાં આવી રહેલી આ નિ:શુલ્ક તાલીમમાં મોટી સંખ્યમાં યુવકો અને બાળકો ઉત્સાહ ભેર જોડાયા હતા.

નિઃશુલ્ક તાલિમ

મોડાસાના ટીંટોઇમાં લશ્કરી દળોમાં જોડાવા માટે નિઃશુલ્ક તાલીમ

યુવનોમાં આર્મી, પોલીસ અને અન્ય લશ્કરી દળોમાં જોડાવાનો ઉત્સાહ હોય છે. જેથી મોટા શહેરોમાં અને નગરોમાં ટ્રેનિંગ સેન્ટરો ઉપલબ્ધ હોવાથી યોગ્ય માર્ગ દર્શન મળી રહે છે પરંતુ નાના ગામડાઓમાં આ સુવિધાઓનો આભાવ હોવાથી યુવાનોને પરિક્ષા પાસ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી મોડાસાના ટીંટોઇ ગામના યુવાનો માટે C.I.S.Fના નિવૃત જવાન ખેમાભાઇ મોરી યુવાનોને નિ:શુલ્ક પ્રશિક્ષણ આપી રહ્યા છે. પોલીસ તેમજ લશ્કરી દળોની પરિક્ષાઓમાં ઉપયોગી નિવડે તેવુ પ્રશિક્ષણ આપી યુવાનોને સક્ષમ બનાવી રહ્યા છે. જેમાં યુવાનોને ફિઝિકલ ફિટનેશ માટે 1600 મીટર રનીંગ, 100 મીટર ફાસ્ટ ટ્રેક દોડ, યોગ થકી શારીરિક મજબૂતી જળવાઈ તે માટે વ્યાયામ કરવવામાં આવી રહ્યો છે.

ખેમાભાઇએ દિકરાનું નિધન થતા નિઃશુલ્ક તાલિમ આપવાનો કર્યો નિર્ણય

ખેમાભાઇ 56 વર્ષે દિકરાના પિતા બન્યા હતા પરંતુ ત્રણ વર્ષની ઉંમરે તેમના બાળકનું નિધન થયું હતું. પોતાના એકના એક વ્હાલસોયા દિકરાનું નિધન થતા તેઓએ નિવૃત થયા બાદ ગામના બધા બાળકો પોતાના સમજી આર્મી તેમજ લશ્કરી દળોમાં જોડાવા માંગતા યુવાનો માટે નિ:શુલ્ક તાલીમ આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિ:શુલ્ક તાલીમમાં 60થી 70 યુવાનો તેમજ બાળકો જોડાયા હતા.

Last Updated : Oct 19, 2020, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details