ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં ફોરેસ્ટ ઓફિસરની બેદરકારી, બે દિવસથી રિવોલ્વર થઈ ગુમ - રિવોલ્વર ગુમ

અરવલ્લી વનવિભાગ તંત્રના શામળાજી ખાતે ફરજ બજાવતા આરએફઓ પ્રિયાંક પટેલની બે દિવસ પહેલા રિવોલ્વર ગુમ થઈ છે. બે દિવસથી રિવોલ્વરની શોધખોળ ચાલુ હોવા છતાં ન મળતા શામળાજી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી.

અરવલ્લીમાં ફોરેસ્ટ ઓફિસરની બેદરકારી, બે દિવસથી રિવોલ્વર થઈ ગુમ
અરવલ્લીમાં ફોરેસ્ટ ઓફિસરની બેદરકારી, બે દિવસથી રિવોલ્વર થઈ ગુમ

By

Published : Sep 24, 2020, 8:49 PM IST

મોડાસાઃ અરવલ્લી વનવિભાગ તંત્રના શામળાજી ખાતે ફરજ બજાવતા આરએફઓ પ્રિયાંક પટેલની બે દિવસ પહેલા રિવોલ્વર ગુમ થઈ છે. બે દિવસથી રિવોલ્વરની શોધખોળ ચાલુ હોવા છતાં ન મળતા શામળાજી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લાની સરહદ પર આવેલા રતનપુર ચેકપોસ્ટ નજીકથી વન વિભાગે સેન્ટ્રો કારમાંથી બે મૃતક કીડીખાઉ ઝડપી તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રેકેટને ઝડપી પાડનારા શામળાજી વનવિભાગ તંત્રના આરએફઓ અને તેમની ટીમ વધુ તપાસમાં હતી. આ મામલે વન વિભાગની ટીમ તપાસ માટે રાજસ્થાન પણ ગઈ હતી. તે દરમિયાન ખેરવાડા વિસ્તારમાં પ્રિયાંક પટેલની રિવોલ્વર ગુમ થઈ ગઈ હતી. જોકે તમામ જગ્યાએ શોધખોળ કરવા છતા રિવોલ્વર મળી ન હતી. બે દિવસની શોધખોળ બાદ પણ રિવોલ્વર ન મળતા શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ABOUT THE AUTHOR

...view details