બોર્ડર પર સુરક્ષા સઘન, અંતરિયાળ માર્ગો પરથી વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયત્ન નાકામ - વાહનોનું સઘન ચેકીંગ
અરવલ્લીઃ આતંકવાદી હુમલાનો ભયના પગલે અરવલ્લીના રતનપુર બોર્ડર પર સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે બુટલેગરો પરેશાન થઇ ગયા છે. બુટલેગરો યેન કેન પ્રકારે અંતરિયાળ માર્ગો પરથી દારૂ ગુસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શામળાજી પોલીસ સ્ટેશનના PSI સંજય શર્મા અને તેમની ટીમે ખોડબાં ગામની સીમમાંથી બુટલેગરને સેવરોલેટ યુવા કારમાંથી 30 હજારના વિદેશી દારૂ સાથે ઝડપી પડ્યો હતો.
શામળાજી પોલીસે કુશ્કી-ખોડબાં ગામની સીમમાં વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન સેવરોલે કાર નં-GJ.01.HN.1189 અટકાવી તલાસી લીધી હતી . જેમાં કારના પાછળના ભાગે અને ડેકીમાં સંતાડી રાખેલી ઇગ્લીશ દારૂ તથા બીયર કુલ પેટી નંગ 13 તથા છુટક બોટલો નંગ-10 કુલ મળી બોટલો નંગ-250ની કિમત રૂપિયા 30,280/- મળી આવતા મેહસાણાના દાસજ ગામના રહેવાસી કાર ચાલક મોહસીનહુસૈન કેશુભાઇ શેખ ધરપકડ કરી કારની કિમત રૂપિયા 200,000/- તથા મોબાઈલ નંગ-1 મળી કુલ રૂપિય 230780/-નો મુદ્દામાલ જપ્ત કરી કારમાં રહેલો અન્ય શખ્શ ફરાર થઈ જતા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.