શામળાજી PSI કેતન વ્યાસ અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે અમદાવાદ-ઉદેપુર નં-8 પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન વેણપુર ગામ નજીક રાજસ્થાન તરફથી આવતી મીની ટ્રકને અટકાવીને તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં ગેસ સગડીઓ અને અન્ય માલસામાન પાછળ છુપાવીને રાખેલી વિદેશી દારૂની બોટલ જપ્ત કરી હતી.
અરવલ્લીમાં ગેસની સગડીઓની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો - gujaratinews
અરવલ્લી: શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક વેણપુર ગામની સીમમાંથી ગેસની સગડીઓના બોક્સની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.
Aravalli
આ સાથે જ રાજસ્થાનના ચાલક પવનકુમાર લિચ્છુરામ સોનીની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે મીની ટ્રક ગાડી, મોબાઇલ તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવવા ઉપયોગમાં લીધેલી ગેસની સગડીઓ તથા સામાન પેક કરેલી નાના-મોટા ખોખા મળીને કુલ રૂ.34,88,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Last Updated : Jul 1, 2019, 12:03 AM IST