અરવલ્લી : જિલ્લામાં ૧૯ દર્દીઓમાં એકનું મોત થયું છે. જ્યારે કુલ છ દર્દીઓ સ્વસ્થ થતાં હાલ 12 કોરોનાગ્રસ્ત દર્દીઓ મોડાસા અને વાત્રક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં જોઇએ તો ભિલોડા તાલુકામાં બે ધનસુરામાં ત્રણ મેઘરજમા ચાર મોડાસામાં છ અને બાયડમાં ચાર મળીને અરવલ્લીમાં 19 પોઝિટિવ કેસ અત્યાર સુધી નોંધાયા છે.
ચાર વર્ષની બાળા સહિત 5 કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થયા - recovered
જિલ્લામાં કોરોનાના 19 પોઝિટિવ કેસમાંથી અત્યાર સુધી છ દર્દીઓ સ્વસ્થ થયા છે. શુક્રવારે એક દર્દી સ્વસ્થ થયા બાદ શનિવારે મોડાસાની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચાર વર્ષીય બાળા સહિત પાંચ કોરોનાગ્રસ્ત દર્દીઓનો બીજો રિપોર્ટ નેગેટીવ આવતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે પરત મોકલાયા હતા.
ચાર વર્ષની બાળા સહિત 5 કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થયા
જિલ્લામાં સ્વસ્થ થયેલા 6 દર્દીઓની વિદાય વખતે મોડાસા કોવીડ હોસ્પિટલમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા તાળીઓથી સન્માન આપવામાં આવ્યું હતું. દર્દીઓની હિંમતને બિરદાવવા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર અનિલ ધામેલિયા ઉપસ્થિત રહ્યા હતા.