ગુજરાત

gujarat

ETV Bharat / state

શામળાજી નજીક કારમાં લાગી આગ, કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ - ટ્રાફિક

અરવલ્લીઃ જિલ્લામાં સોમવારે રાત્રીના 12 વાગ્યાના સુમારે, અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર હિંમતનગરથી રાજસ્થાન તરફ જઈ રહેલી કારમાં શામળાજી નજીક અચાનક આગ લાગી હતી. એકાએક કારમાં આગ લાગતા કારમાં સવાર લોકો રોડ પર કાર ઉભી રાખી સમય સુચકતા વાપરી ઉતરી ગયા હતા, જેથી તમામનો આબાદ બચાવ થયો હતો.

arl

By

Published : Jul 30, 2019, 10:21 PM IST

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર હિંમતનગરથી રાજસ્થાન તરફ જઈ રહેલ કારમાં શામળાજી નજીક આગ લાગી હતી . એકાએક કારમાં આગ લાગતા કારમાં રહેલા 5 લોકો ઉતરી ગયા હતા જેથી તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.

શામળાજી નજીક કારમાં લાગી આગ, કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ
જોતજોતામાં જ કાર આગમાં ખાખ થઈ હતી. સતત વાહનોથી ધમધમતા હાઇવે પર કારમાં આગ લાગતા ભારે અફડાતફડી મચી હતી. આગ લાગતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા દોડી આવેલી શામળાજી પોલીસે ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details