ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે અરવલ્લીમાં એક જ સેન્ટર હોવાથી ખેડૂતોને હાલાકી - message
અરવલ્લી: જિલ્લા મથક મોડાસાથી 7 કિલોમીટર દૂર રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. જો કે, 6 તાલુકા વચ્ચે ફક્ત એક સેન્ટર શરૂ કરાયું હોવાથી ખેડૂતોનો સમય અને નાણાનો વ્યય થાય છે.
અરવલ્લીમાં એક જ સેન્ટર હોવાથી ખેડૂતોને હાલાકી
અરવલ્લીના જિલ્લા ખરીદ સેન્ટર ઉપર મેઘરજ અને ભિલોડા ખેડૂતો આવી રહ્યા છે. આ ખેડૂતોને સરેરાશ ખરીદ સેન્ટર પરનું અંતર 50 કિલોમીટરથી વધારે દૂર પડી રહ્યું છે. જેથી સમય અને નાણા બંનેનો વેડફાટ થઇ રહ્યો છે. ખેડૂતોએ જિલ્લાના અન્ય તાલુકા મથક પણ ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.