ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં ખેડૂતો 15 ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે રાયડા અને ચણાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે

અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે ચણા અને રાયડો વેચવા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 1 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી છે. જિલ્લાના 6 તાલુકાના કેન્દ્રો પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે.

અરવલ્લીમાં ખેડૂતો 15 ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે રાયડા અને ચણાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે
અરવલ્લીમાં ખેડૂતો 15 ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે રાયડા અને ચણાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે

By

Published : Feb 8, 2021, 9:21 AM IST

  • અરવલ્લીમાં ટેકાના ભાવે રાયડા અને ચણાનું રજિસ્ટ્રેશન શરૂ
  • ટેકાના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો નોંધાયો
  • પાંચ દિવસમાં જ 1700 ખેડૂતોએ ચણા વેચવા નોંધણી કરાવી

મોડાસાઃ જિલ્લાના મોડાસા, ધનસુરા, મેઘરજ, બાયડ, ભિલોડા અને માલપુર તાલુકાઓમાં ટેકાના ભાવે ચણા અને રાયડાનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. ચણા અને રાયડાની ખરીદી માટે રજીસ્ટ્રેશન 1 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવ્યું છે, જે 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે 16 ફેબ્રુઆરીથી 16 મે સુધી ખરીદી ચાલશે. નોંધનીય છે કે, ગયા વર્ષે ચણાનો ટેકાનો ભાવ 4875 રૂપિયા હતો, જે વધીને આ વખતે 5100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. જ્યારે રાયડા માટે આ વર્ષે રાજ્ય સરકારે પ્રતિ ક્વિન્ટલ 4650 રૂપિયાનો ભાવ નક્કી કર્યો છે.

પાંચ દિવસમાં જ 1700 ખેડૂતોએ ચણા વેચવા નોંધણી કરાવી
ગત વર્ષ કરતા ચણાનું બમણું વાવેતર

ખેડૂતોને ચણા માટે ટેકાનો ભાવ સારો મળતો હોવાથી આ વર્ષે અરવલ્લીમાં ચણાનું વાવેતર ગયા વર્ષ કરતા બમણું થયું હોવાનું ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયું છે. ગયા વર્ષે ચણાનું વાવેતર છ હજાર છસો પંચાણું હેક્ટરમાં થયું હતું. આ વર્ષે ચણાનું વાવેતર અરવલ્લી જિલ્લામાં વધીને 14 હજાર એકતાલીસ હેક્ટર પર પહોંચ્યું છે. જિલ્લામાં રવિ સીઝનમાં કુલ 1,30,622 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, જે ગયા ત્રણ વર્ષની સરખામણીમાં 8 ટકા વધારે છે. આમાં 12 ટકા ચણા વાવેતર નોંધાયું છે.

છેલ્લા પાંચ દિવસમાં જિલ્લામાં થયેલી નોંધણી

જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં 1700 ખેડૂતોએ ટેકાના ભાવે ચણા વેચવા માટે નોંધણી કરાવી છે. જ્યારે 120 ખેડૂતો રાયડો વેચવા માટે નોંધણી કરાવી છે.

ABOUT THE AUTHOR

...view details