મળતી માહિતી અનુસાર, મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં વરઘોડા કાઢવાની બાબતમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં આ વરઘોડો જ્યારે નીકળી રહ્યો હતો, ત્યારે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે હાજર હતો. તેમ છતાં વરરાજાના પરિવારજનો એ પોલીસે ઉપર આક્ષેપ લગાવ્યો હતો કે, તે જાહેરમાર્ગ પરથી મહિલાઓને હટાવવામાં નિષ્ફળ રહી હતી. આ દરમિયાન બંને જૂથો વચ્ચે અથડામણની ઘટના બની હતી અને સામસામે પથ્થરમારો પણ થયો હતો. આ પથ્થરમારામાં બંને જૂથના અમુક લોકો અને પોલીસકર્મીઓને ગંભીર ઇજા પહોંચી હતી.
ખંભીસર અનુસુચિત જાતિના વરઘોડા મામલે પરિવારજનોએ DYSP વિરૂદ્ધ કરી ફરિયાદની માંગ - gujaratinews,
અરવલ્લી: મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશના રવિવારે લગ્ન હોવાથી પોલીસ રક્ષણ સાથે ગામમાં DJ સાથે વરઘોડો નીકળ્યો હતો. જેમાં જાહેરમાર્ગ પર ગામની સવર્ણ વર્ગની મહિલાઓ દ્વારા ભજન-કીર્તન કરી વરઘોડાને અટકાવ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
અરવલ્લી
વરરાજાના પરિવારે મહિલા DYSP ફાલ્ગુની પટેલ અને PSI ચાવડાએ દલિત સમાજને રક્ષણ આપવાના બદલે તેમના પર અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ ઘટનાને લઈને અનુસુચિત જાતિના અગ્રણીઓ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં DYSP ફાલ્ગુની પટેલ અને PSI ચાવડા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યાં હતા.