અરવલ્લીમાં રવિપાકમાં 1,23,000 હેક્ટરમાં વાવેતર થયું છે. જે પૈકી 12,871 માં ખેડૂતોએ મકાઈનું વાવેતર કર્યું છે. જો કે માલપુર મેઘરજ અને શામળાજીના કેટલાક વિસ્તારોમાં ઈયળનો ત્રાસ વધ્યો છે. જેથી ખેડૂતોને મકાઈ નાશ પામી રહી છે.
અરવલ્લીમાં મકાઈના પાકમાં ઈયળ પડતા ખેડૂતોને નુકસાન - અરવલ્લીમાં રવિપાકમાં ઈયળ
અરવલ્લી: આ વર્ષ ખેડૂતો માટે નિરાશા રૂપ સાબિત થતું હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસામાં મગફળીને વ્યાપક નુકસાન થયું છે. જેથી ખેડૂતોને આર્થિક રીતે બોજો સહન કરવાનો વારો આવ્યો છે. માવઠાથી અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને પાકમાં અવારનવાર રોગ આવતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. અરવલ્લી જિલ્લામાં હવે મકાઈના પાકમાં ઈયળ પડવાથી ખેડૂતોના માથે આભ તૂટી પડવા જેવી સ્થિતિ સર્જાઈ છે.
Aravalli
ખેડૂતોનું માનીએ તો મકાઈમાં ઈયળ પડવાથી હવે મકાઈને વાઢવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. આ વાઢેલી મકાઈ ઘાસચારામાં પણ ઉપયોગમાં લઈ શકાતી નથી. કારણ કે, જો પશુઓને ઈયળથી નુકસાન થઈ શકે છે. તેથી હવે વ્યર્થ ગયેલી મકાઈની ફેંકવા સિવાય ખેડૂતો પાસે કોઇ વિકલ્પ નથી.