ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના ગાબટમાં દીપડાને લઇ લોકોમાં ઉચાટ, 36 કલાક રેસ્ક્યુ ઓપરેશન બાદ પણ દિપડો પકડથી દુર - Aravalli Forest Department

અરવલ્લી જિલ્લાના ગાબટ ગામમાં શનિવારે વહેલી સવારે દીપડાએ એક ખેડુત પર હુમલો કરતાં પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. શનિવારે સમગ્ર દિવસ દરમ્યાન ગાંધીનગર, આંણદ અને અરવલ્લી વન વિભાગની ટીમે દિપડાને રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, એક વખત દેખાયા પછી દીપડો ફરીથી નજરે પડ્યો નથી. 36 કલાક કરતા વધારે ચાલેલ રેસ્ક્યુ ઓપરેશન બાદ પણ દીપડો મળ્યો નથી.

અરવલ્લીના ગાબટમાં દીપડાને લઇ લોકોમાં ઉચાટ, 36 કલાક રેસ્ક્યુ ઓપરેશન બાદ પણ દિપડો પકડથી દુર
અરવલ્લીના ગાબટમાં દીપડાને લઇ લોકોમાં ઉચાટ, 36 કલાક રેસ્ક્યુ ઓપરેશન બાદ પણ દિપડો પકડથી દુર

By

Published : Dec 20, 2020, 5:12 PM IST

  • અરવલ્લીના ગાબટ ગામમાં દીપડાને લઇ લોકોમાં ઉચાટ
  • ગાંધીનગર,આંણદ અને અરવલ્લી વનવિભાગની ટીમ દ્વારા રેસ્કયુ
  • રેસ્ક્યુ ટીમે 36 કલાક દિપડાની શોધ કરી

અરવલ્લી : જિલ્લાના ગાબટ ગામમાં છેલ્લાં બે દિવસથી દીપડાને લઇ લોકોમાં ઉચાટ છે. શનિવારે ગાબટ ગામે સરકારી દવાખાના પાછળના વિસ્તારમાં રહેતા દિનેશભાઈ વણકર વહેલી સવારે ઘરની બહાર આવેલા તબેલામાં દુધ દોહવા માટે નિકળ્યા હતા. આ સમયે વાડામાં સામે બેસેલા દીપડાએ દીનેશભાઈ પર હુમલો કર્યો હતો. જોકે, ગભરાયા વિના દીનેશભાઈએ તેનો પ્રતિકાર કરતાં દીપડો સામાન્ય ઈજા પહોંચાડી નાસી છુટયો હતો.

અરવલ્લીના ગાબટમાં દીપડાને લઇ લોકોમાં ઉચાટ, 36 કલાક રેસ્ક્યુ ઓપરેશન બાદ પણ દિપડો પકડથી દુર
આણંદ અને ગાંધીનગરથી નિષ્ણાંત ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ
ઘટનાની જાણ અરવલ્લી વનવિભાગને થતા, અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. આ ઉપરાંત આણંદ અને ગાંધીનગરથી નિષ્ણાંત ટીમ બોલાવી ઝાળ બિછાવી દીપડાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. શનિવારે સાંજે રેસ્ક્યુ ટીમના સતત પ્રયાસોના પરિણામે દિપડાએ દેખા દીધી હતી. પરંતુ વન વિભાગની ટીમ તેને ટ્રેપ કરે તે પહેલા થાપ આપી નાસી છુટયો હતો.
સમગ્ર રાત્રી દરમ્યાન રેસ્ક્યુ ઓપોરેશન ચાલ્યુ
ત્યારબાદ રેસ્ક્યુ ટીમે સમગ્ર રાત્રી દરમ્યાન દિપડાની શોધ કરી હતી. જોકે, રવિવારે બપોરના 2 વાગ્યા સુધી પણ દિપડો ન દેખાતા હવે જાડી ઝાંખરા સાફ કરી વન વિભાગના અધિકારીઓ રેસ્ક્યુ ઓપરેશન સમેટવાનું વિચારી રહ્યા છે.
અરવલ્લીમાં દિપડાની વસ્તી
અરવલ્લી જિલ્લામાં દીપડાની વસ્તી નોંધપાત્ર સંખ્યામાં હોવાથી કેટલાંક સ્થળોએ છાશવારે દિપડાઓ જોવા મળે છે. કેટલાંક સ્થળોએ પશુઓનું મારણ કરી રહ્યા હોવાની સાથે કોઇક વખત માનવ પર પણ હુમલો કરે છે.

ABOUT THE AUTHOR

...view details