ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસા નાગરિક સહકારી બેંકનો કર્મચારી કોરોનાગ્રસ્ત, આગામી 3 દિવસ બેંક બંધ રહેશે - employee of modasa co operative bank gets corona

અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી મોડાસા નાગરિક સહકારી બેંકનો કર્મચારી કોરોનાગ્રસ્ત થતા બેંક આગામી ત્રણ દિવસ સુધી બંધ રાખવામાં આવી છે. બેંકનો કર્મચારી કોરોના રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો જેની જાણ આરોગ્ય વિભાગને થતા નગરપાલિકા ચીફ ઓફિસરને પત્ર લખી બેંક કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવેલી હોવાથી તાત્કાલિક બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

મોડાસા નાગરિક સહકારી બેંકનો કર્મચારી કોરોનાગ્રસ્ત,
મોડાસા નાગરિક સહકારી બેંકનો કર્મચારી કોરોનાગ્રસ્ત,

By

Published : Dec 6, 2020, 6:36 PM IST

  • મોડાસા નાગરિક સહકારી બેંકનો કર્મચારી કોરોનાગ્રસ્ત
  • આરોગ્ય વિભાગે નોટિસ પાઠવી બેંક બંધ રાખવાનો આદેશ કર્યો

અરવલ્લી: મોડાસા નાગરિક સહકારી બેંકની મુખ્ય બ્રાન્ચના કર્મચારીનો કોરોના રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે બેંકનું કામ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યું હતું. આ કર્મચારી કોરોના પોઝિટિવ હોવાની જાણ આરોગ્ય વિભાગને થતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને બેંક કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવેલી તાત્કાલીક ધોરણે બંધ કરાવવા મોડાસા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરે નગરપાલીકા ચીફ ઓફિસરને પત્ર લખ્યો હતો. જેના પગલે નગરપાલિકા તંત્ર બેંક બંધ કરાવે તે પહેલા જ બેંકના સત્તાધીશોએ પરાણે બેંક બંધ કરી હતી.

મોડાસા નાગરિક સહકારી બેંકનો કર્મચારી કોરોનાગ્રસ્ત,

સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરાઇ

હાલ મોડાસા નાગરિક સહકારી બેંકની મુખ્ય શાખા ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય કરી બેંકનું કામકાજ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે બેંક વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરી સેનેટાઇઝેશન કરવાની કામગીરી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details