ગુજરાત

gujarat

ઈદ માતમમાં ફેરવાઈ, મોડાસામાં મુસ્લિમ પરિવારને નડ્યો અકસ્માત, 1નું મોત

અરવલ્લી: તહેવાર ખુશીઓની લહેર લઇને આવતી હોય છે, પરંતુ રાધનપુરના દાઉદી વ્હોરા પરિવાર ઈદની ઉજવણી માતમમાં ફરી ગઇ હતી. ઇદની ઉજવણી કરવા જઇ રહ્યા હતા, ત્યારે અકસ્માત નડ્યો હતો અને પરિવારજનમાંથી 1નું મોત થયું હતું.

By

Published : Jun 5, 2019, 5:34 PM IST

Published : Jun 5, 2019, 5:34 PM IST

ઈદની ઉજવણીમાં નડ્યો અકસ્માત, 1નું મોત 5 ઈજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ, રાધનપુરનો પરિવાર રાધનપુરથી નીકળીને રાજસ્થાનના ગલિયાકોટ ખાતે આવેલી દરગાહે જવા નીક્ળયો હતો, ત્યારે મોડાસાના ખુમાર નજીક મોડી રાતે પાછળ આવતો ટ્રક બોલેરો જીપમાં ધડાકાભેર ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જીપમાં બેઠેલા 61 વર્ષીય કાસીમભાઇ અજગરઅલી કાગજવાલાના શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને અન્ય 5 લોકોને ઈજા પણ થઇ હતી. જેને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. અકસ્માતની જાણ થતાં મોડાસા રુરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

ઈદની ઉજવણીમાં નડ્યો અકસ્માત, 1નું મોત 5 ઈજાગ્રસ્ત

ABOUT THE AUTHOR

...view details