29 તારીખની રાતે કેટલાક શખ્સો દ્વારા આ તમામ પરિવારો પર હુમલો કરવાં છતાં પોસીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી. ઘરવિહોણા થનાર લોકોએ આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી પોતાની વેદના રજૂ કરી છે.
અરવલ્લીમાં ભૂમાફિયાઓ બેફામ, પરિવારને ઘરવિહોણા કરવા માટે દાદાગીરી
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાા નાથવાસ ગામે વર્ષોથી ખરાબાની જમીન પર વસવાટ કરતા 100 જેટલા લોકોને ગામના જ કેટલાક લોકો દ્વારા જગ્યા ખાલી કરવા માટે દબાણ કરાઈ રહ્યું છે.
સ્પોટ ફોટો
ગામના વરિષ્ઠ નાગરિકોના મતે ગામના વડવાઓ અંદાજિત દોઢસો વર્ષથી ત્યાં વસવાટ કર છે. ગ્રામજનોએ આક્ષેપ કરતાં ગામના કેટલાક શખ્સો દ્વારા તેમના પર ધાક-ધમકીઓ આપીને જગ્યા ખાલી કરાવવા માટે તેમના પરિવારજનોને હેરાન કરવામં આવી રહ્યા છે.