મોડાસા તાલુકા પંચાયત ખાતે ચૂંટણીને લઈને તાલુકાના બી.એલ.ઓની બેઠક ચૂંટણી અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં ચૂંટણીમાં એન્ડ્રોઇડ એપ થકી કામગીરી કરવા માટે ચૂંટણીપંચ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જો કે, વાતવાતમાં સામાન્ય બોલાચાલી થતા કેટલાક બી.એલ.ઓ. હોલની બહાર દોડી આવ્યા હતા અને આગામી સમયમાં કામગીરી ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
મોડાસામાં ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન બી.એલ.ઓ અને ચૂંટણી અધિકારી વચ્ચે તું તું મેં મેં - gujarati news
અરવલ્લીઃ જિલ્લાના બાયડ માલપુર વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બી.એલ.ઓની બેઠક યોજાઈ હતી. જેમાં બી.એલ.ઓ અને ચૂંટણી અધિકારીઓ વચ્ચે મામલો બગડ્યો હતો.
election officer
બી.એલ.ઓ.ને ચૂંટણીલક્ષી તાલીમ માટે મોડાસા તાલુકામાં બોલાવ્યા હતા. જો કે, બી.એલ.ઓ નું માનવું છે કે, તાલીમ સમયે એક બીએલઓનું અપમાન કર્યું હતું. જેથી તેઓ આગામી સમયમાં બી.એલ.ઓની કામગીરી નહીં કરવા પર વિચારી રહ્યા છે.