મોડાસા બસ સ્ટેશનમાં ગટર ઉભરાવાથી મુસાફરોને હાલાકી - Gujarati News
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના મુખ્ય મોડાસા બસ સ્ટેશનમાં ખૂબ જ ગંદકી હોવાથી મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. છેલ્લા એક માસથી સૌચાલયની ગટર ઉભરાય રહી હોવાથી અતિશય દુર્ગંધ આવી રહી છે.
મોડાસા બસ સ્ટેશનમાં ગટર ઉભરાવાથી મુસાફરોને હાલાકી
ગટરનું ગંદુ પાણી ઉભરાઈને 500 મીટર સુધી ફેલાયું છે અને ભર ઉનાળામાં ચોમાસા જેવા ખાબોચિયા જોવા મળે છે. કેટલાય મુસાફરો આ અંગે ફરિયાદ કરી ચુક્યા છે પરંતુ કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. બસ સ્ટેશન અને બસો પર ‘સ્વચ્છતાં એ જ પ્રભુતા’ના સુવાક્યો લખેલા છે. આ ફક્ત દેખાડા પૂરતા હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. કોલેજના શાળા કોલેજના વિદ્યાર્થીઓએ પણ આ સમસ્યા આ અંગે ફરિયાદ કરી છે પરંતુ કોઈ જ નિવારણ નથી.