અરવલ્લી: શામળાજી મંદિર સોમવારે જય રણછોડ માખણચોરના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. કોરોના વાયરસની ભીતિ વચ્ચે પણ ભક્તોની અસ્થા જોવા મળી હતી. કોરોના વાયરસ અને વાયરલ ઈન્ફેક્શનની અસરથી દૂર રહે તે માટે સૌપ્રથમ વાર મંદિર પ્રશાસને ભક્તો પર અબીલ ગુલાલની સાથે હળદર પણ ઉડાડી હતી.
ફાગણ સુદ પૂનમના દર્શન કરવા માટે ભક્તો શામળાજી મંદિરે ઉમટ્યા
શામળાજીમાં ફાગણ સુદ પૂનમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાનું અનેરૂં મહત્વ હોય છે, ત્યારે અરવલ્લીની ગીરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતાં.
ફાગણ સુદ પૂનમના દર્શન કરવા માટે ભક્તો શામળાજી મંદિરે ઉમટ્યા
માનવામાં આવે છે કે, નાથદ્વારા ભગવાન ઠાકોરજીના દર્શન કરવાનું મહત્વ આજના દિવસે ભગવાન શામળિયાન દર્શન કરવાથી મળે છે. જેને લઇને મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા.
Last Updated : Mar 9, 2020, 7:50 PM IST