અરવલ્લીના લુસડીયા ગામે સતિ સુરમલદાસ જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઇ
અરવલ્લીઃ ભિલોડા તાલુકાના શામળાજીથી 12 કિમી દૂર છેવાડાના વિસ્તારમાં આદિવાસી સમાજનું આસ્થાનું મોટુ ધામ લુસડીયા ગામ સતિ સુરમલદાસનુ છે. જયાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ ધામધૂમથી સતિ સુરમલદાસની જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
rere
સતિ સુરમલદાસની જયંતીની ઉજવણી અનેક વર્ષોથી કરવામાં આવે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ ભજનો ગાતા ગાતા ધોળી ધજાઓ લઈ હજારો ભક્તો ત્યાં આવે છે. આસો માસમાં દિવાળી, નુતનવર્ષ અને ભાઇબીજની ઉજવણી કરી નવા ઉત્સવનો ઉમંગ ભક્તોમાં ઝળકે છે. જયારે આસો સુદ પુનમ દરેક મંદિરોમાં દેવો માટે દેવ દિવાળી તરીકે ઉજવણી કરવામાં આવે છે.