અરવલ્લી: જિલ્લામાં સિવિલ હોસ્પિટલની માગને લઇને જિલ્લા કોંગ્રેસ એક પછી એક કાર્યક્રમો આપી રહી છે. સોમવારના રોજ ત્રણ ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખે સિવિલ હોસ્પિટલની માગ કરતો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને સંબોધીને લખેલ પત્ર કલેકટરને સુપ્રત કર્યો હતો. આ અંગે રાજ્ય કક્ષાએથી કોઇ જ કાર્યવાહી ન થતા જિલ્લા કોંગ્રેસ દ્રારા ગરૂવારના રોજ પ્રતિક ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કોંગ્રેસે સિવિલ હોસ્પિટલની માગને લઇ યોજેલા ધરણામાં ધારાસભ્યો સહિતનાની અટકાયત કરાઇ - કોંગ્રેસ સમિતિ
અરવલ્લી જિલ્લામાં સિવિલ હોસ્પિટલ માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ છેલ્લા કેટલાક દિવસોથી ચળવળ ચલાવી રહી છે. ગુરૂવારના રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સિવિલ હોસ્પિટલની માગને લઇને પ્રતિક ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો. જોકે પોલીસે ધરણા કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જિલ્લાના ત્રણેય ધારાસભ્યો અને કોંગ્રેસ પ્રમુખ સહિત 20 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
હોસ્પિટલની માગને લઇ યોજેલા ધરણામાં ધારાસભ્યો સહિતનાની અટકાયત કરાઇ
જોકે કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ ત્રણેય ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખ સહિત 20 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત થતા કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઇ પટેલે ધરણાની પરવાનગી ન આપવા બદલ કલેકટરની ઝાટકણી કાઢી હતી અને તેમને સરકારના પ્રતિનિધી ગણાવ્યા હતાં. તેમજ જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્યો હોવાના કારણે ઓરમાયુ વર્તન કરવામાં આવે છે તેવો આક્ષેપ કર્યો હતો.