સરેરાશ રોજ 50 ખેડૂતો ટ્રેક્ટર લઈને આવે છે, ત્યારે એક ટ્રેકટર ખાલી કરતાં સરેરાશ અડધાથી પોણા કલાક જેટલો સમય લાગે છે. તેવામાં 50માં નંબરે જેનું ટ્રેક્ટર હોય તેને રાત્રીના દસ વાગ્યા સુધી રોકાવું પડે છે એટલે કે ખેડૂતનો નંબર 18 કલાક પછી આવે છે.
મોડાસાના લીંબોઈ ખરીદ કેન્દ્રમાં ખેડૂતો તડકામાં લાંબી લાઈનમાં ઉભા રહેવા મજબૂર - modasa
અરવલ્લીઃ જિલ્લાના મોડાસા ખાતે આવેલા લીંબોઈ ખરીદ કેન્દ્ર પર વહેલી સવારે ચાર વાગ્યાથી ખેડૂતો ચણા વેચવા માટે લાંબી લાઈન લગાવીને પોતાના ટ્રેકટર સાથે ઉભા રહે છે. જોકે ખરીદ સેન્ટર ઉપર કર્મચારી ઓછા હોવાના કારણે ખેડૂતોને તપતા તાપમાં લાઈનમાં ઉભુ રહેવું પડે છે.
સ્પોટ ફોટો
સરકારે જાહેર કરેલા ટેકાના ભાવે ચણાનું વેચાણ કરવા ખેડૂતો મે માસના ધમધોખતા તાપમાં ઉભા રહે છે. માનવ સંસાધનના અભાવે ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.