ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં કોરોનાએ વધુ 2 લોકોનો લીધો જીવ, કુલ મૃત્યુઆંક 28 - અરવલ્લીમાં કોરોના

અરવલ્લી જિલ્લામાં કોવીડ-19થી વધુ 2 દર્દીઓનું મોત થયું છે. જેથી કોરોનાને કારણે મરનારા લોકોની કુલ સંખ્યા 28 પર પહોંચી છે, જ્યારે કોરોનાના નવા 4 કેસ પોઝિટિવ નોંધાતા સંક્રમિત દર્દીઓની સંખ્યા 266 થઇ છે. આ સાથે જ જિલ્લામાં 205 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે 33 દર્દીઓ સારવાર હેઠળ છે.

ETV BHARAT
અરવલ્લીમાં કોરોનાએ વધુ 2 લોકોનો લીધો જીવ, કુલ મૃત્યુઆંક 28

By

Published : Jul 12, 2020, 3:20 AM IST

અરવલ્લી: જિલ્લામાં કોરોના વાઇરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. શનિવારે વધુ 2 દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે. જેથી કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 28 પર પહોંચી છે. આ ઉપરાંત કોરોનાના નવા 4 કેસ પોઝિટિવ આવતાં કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 266 થઇ છે.

અરવલ્લીમાં કોરોનાએ વધુ 2 લોકોનો લીધો જીવ, કુલ મૃત્યુઆંક 28

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે કોવીડ-19 નોંધાયેલ પોઝિટિવ કેસના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલા વિસ્તારમાં આરોગ્યની 94 ટીમો દ્વારા 3472 ઘરના 17005 લોકોનો ડોર ટૂ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વે અંતર્ગત પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 946 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details