ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં કોરોના વાઇરસથી 2 પોલીસ અધિકારીઓનું થયું મૃત્યુ - corona update arvalli

અરવલ્લી જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં એક અઠવાડીયામાં બે પોલીસ કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે. જેમાં ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભાથીજી હેમાજી અને મોડાસા ટાઉન પોલિસ મથકે CPI શાખામાં ASI તરીકે ફરજ બજાવતા કિરિટસિંહ કુંપાવત કોરોના સામે લાંબી લડત લડ્યા પછી જંગ હારી જતા પોલીસ બેડામાં ભારે શોકની લાગણી છવાઈ હતી.

અરવલ્લીમાં કોરોના વાઇરસથી 2 પોલીસ અધિકારીઓનું થયું મૃત્યુ
અરવલ્લીમાં કોરોના વાઇરસથી 2 પોલીસ અધિકારીઓનું થયું મૃત્યુ

By

Published : May 29, 2021, 2:22 PM IST

  • ASI કિરિટસિંહ કુંપાવત કોરાના સામે જંગ હાર્યા
  • અરવલ્લીમાં હજુ 63 જેટલા પૉલિસ કર્મચારીઓ સારવાર હેઠળ
  • 104 પોલીસ કર્મચારીઓ સારવાર પછી સ્વસ્થ થયા છે

અરવલ્લીઃ કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. કેટલાક ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ પણ કોરોનામાં મૃત્યુ પામ્યા છે. જેમાં મોડાસામાં સર્કલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા ASI કિરિટસિંહ કુંપાવત મૃત્યુ પામ્યા છે.

આ પણ વાંચોઃલુધિયાણાના ACP અનિલ કોહલીનું કોરોનાના કારણે મોત

કિરિટસિંહ મોડાસા અને હિંમતનગરમાં સારવાર લઇ રહ્યા હતા

કિરિટસિંહ છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી મોડાસા અને ત્યારબાદ હિંમતનગરમાં સારવાર લઇ રહ્યા હતા. આખરે મંગળવારના રોજ સારાવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. કિરિટસિંહ કુંપાવત મોડાસા ટાઉન પોલિસ મથકે છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવતા હતા.

અરવલ્લીમાં કોરોના વાઇરસથી 2 પોલીસ અધિકારીઓનું થયું મૃત્યુ

મેઘરજના ઇસરીમાં ASI કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા ભાથીજી હેમાજીનું કોરોનાની સારવાર દરમિયાન ગુરૂવારના રોજ મૃત્યુ થયુ હતું. તેઓ લાંબા સમયથી કોરોનાની સારવાર હેઠળ હતા. ભાથીજીએ જિલ્લામાં કોન્સ્ટેબલ, રાઈટર અને ASI તરીકે ફરજ બજાવી છે.

અરવલ્લીમાં કોરોના વાઇરસથી 2 પોલીસ અધિકારીઓનું થયું મૃત્યુ

આ પણ વાંચોઃઆણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકનું કોરોનાના કારણે મોત

પોલીસ બેડામાં શોકનો માહોલ સર્જાયો

અરવલ્લી પોલીસ બેડામાં શોક છવાયો હતો અને જિલ્લા પોલીસવડા સંજય ખરાત સહિત પોલીસ અધિકારીઓ, કર્મીઓએ સદ્દગતને શ્રદ્ધાંજલી અર્પી હતી. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી કુલ 168 પોલિસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી 104 પોલીસ કર્મચારીઓ સારવાર પછી સ્વસ્થ થયા છે. જ્યારે હજુ 63 જેટલા પોલિસ કર્મચારીઓ સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details