ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં દારૂના કેસમાં ડિસમિસ કોન્સ્ટેબલ બુટલેગરની સ્થાનિક પોલીસે ધરપકડ કરી - Shamlaji PSI Sanjay Sharma suspended

અરવલ્લીઃ 10 નવેમ્બરના શામળાજી રતનપુર બોર્ડર નજીક ગોડાઉનમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે ત્રાટકી 2.46 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી 4 બુટલેગરોને દબોચી લીધા હતાં. દારૂના કેસમાં ડિસમિસ કોન્સ્ટેબલ અને સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં પ્રભુ ડોડીયાર સહીત અન્ય શખ્શો નાસી છૂટવામાં સફળ રહ્યા હતાં. પોલીસે પ્રભુ ડોડીયારને રવિવારના રોજ ઝડપી પાડ્યો છે.

અરવલ્લીમાં દારૂના કેસમાં ડિસમિસ કોન્સ્ટેબલ બુટલેગરની સ્થાનિક પોલીસે ધરપકડ કરી

By

Published : Nov 17, 2019, 10:00 PM IST

ભિલોડા CPI વસાવાએ સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં સ્ટેટ મોનીટરીંગ સેલને હાથતાળી આપી નાસી છૂટેલ પ્રભુદાસ સોમાભાઈ ડામોર ખાનગી વાહનોમાં મુસાફરી કરતો હોવાની બાતમી મળતા શામળાજી આજુબાજુના વિસ્તારમાં અને શામળાજી હાઈવે પર વોચ ગોઠવી હતી. રવિવારે બાતમીના આધારે ખાનગી વાહનમાં મુસાફરી કરી રહેલા પ્રભુદાસ સોમાભાઈ ડોડીયાર નામના બુટલેગરને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં પ્રભુ ડોડીયારના મકાન અને ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવતા શામળાજી PSI સંજય શર્માને સસ્પેંન્ડ કરવામાં આવ્યા હતાં.

પ્રભુદાસ સોમાભાઈ ડોડીયાર પોલીસ કોન્સ્ટેબલ તરીકે અમદાવાદ શહેરમાં ફરજ બજાવી ચુક્યો હતો. જોકે ફરજ દરમિયાન બુટલેગરોને સાથ આપતા તેને ડીસમીસ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણે વિદેશી દારૂના વેપલાનો ગોરખ ધંધો શરુ કરી દીધો હતો.

ABOUT THE AUTHOR

...view details