અરવલ્લીઃ જિલ્લાના બાયડ-માલપુરના ધારાસભ્ય જશુ પટેલે પોતાના મત વિસ્તારમાં રાજકિય કિન્નાખોરી રાખી વિકાસના કાર્યો અટકાવવામાં આવે છે, તેમજ વિકાસની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, તેવા આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા ગયા હતા. જો કે, કલેક્ટરના જવાબથી સંતુષ્ટ ન થતા તેઓ કચેરીના દરવાજા આગળ શર્ટ કાઢી ધરણા બેસી ગયા હતા. ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરો સાથે રામધુન બોલાવી હતી. પરંતુ કલેક્ટરના આદેશના પગલે તેમની અટકાયત કરવામાં આવી હતી.
કોંગ્રેસી ધારાસભ્ય જશુ પટેલે કલેક્ટર કચેરી બહાર શર્ટ કાઢી વિરોધ નોંધાવ્યો - મોડાસા
અરવલ્લી જિલ્લાના બાયડ-માલપુરના ધારાસભ્ય જશુ પટેલે તેમના મત વિસ્તારમાં વિકાસના કામો થતા ન હોવાના આક્ષેપ સાથે કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. જો કે, કલેક્ટરના પ્રત્યુતરથી સંતોષ ન થતા કલેક્ટર ઓફિસના દરવાજા આગળ શર્ટ કાઢી ધરણા પર બેસી કોંગ્રેસના કાર્યકરો સાથે રામધુન બોલાવી હતી. ત્યારબાદ કલેક્ટરના આદેશના પગલે તેમની જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 10 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલે કલેકટર કચેરી બહાર શર્ટ કાઢી વિરોધ કર્યો
જો કે, જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ભાટીએ તમામ આક્ષેપો નકાર્યા હતા અને પ્રભારી પ્રધાન તેમજ રાજ્ય સરકારના કાર્યો જણાવ્યા હતા. હાલ તો ધારાસભ્યના ભ્રષ્ટાચારના સીધા આક્ષેપોથી કલેક્ટર કચેરીમાં સોંપો પડી ગયો છે. હવે જોવું રહ્યું કે જિલ્લા વહિવટી તંત્ર આ અંગે શું કાર્યવાહી કરે છે.