અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં કોરોના વાઈરસનો પ્રભાવ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ગ્રામજનોમાં જાગૃતિ આવે તે સંદર્ભે જિલ્લા કલેક્ટર અમૃત્તેશ ઔરંગાબાદકરે 10 ગામના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાર્તાલાપ કરી જરૂરી સાવચેતી રાખવા જણાવ્યું હતું.
અરવલ્લી જિલ્લાના 10 ગામના સરપંચ સાથે કલેક્ટરે વીડિયો કોન્ફરન્સ દ્વારા કર્યો વાર્તાલાપ - aravalli lock down 3.0
અરવલ્લી જિલ્લામાં કોરોના વાઈરસનો પ્રભાવ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ગ્રામજનોમાં જાગૃતિ આવે તે સંદર્ભે જિલ્લા કલેક્ટર અમૃત્તેશ ઔરંગાબાદકરે 10 ગામના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાર્તાલાપ કરી જરૂરી સાવચેતી રાખવા જણાવ્યું હતું.
અરવલ્લી જિલ્લાના ગામોમાં જ્યાં કોરોના પોઝિટિવના કેસ મળી આવ્યા છે. તેવા વિસ્તારોમાં કન્ટેઈનમેન્ટ ઝોન હેઠળ આવરી લેવાયા છે. જેમાં આ વિસ્તારમાં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઝડપથી મળી રહે તે માટે સ્થાનિક કક્ષાએ વ્યવસ્થા ઉભી કરવાથી માંડીને કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં ફરજિયાત માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સિંગનું ખાસ ચુસ્તપણે પાલન કરવા કલેક્ટરે સૂચના આપી હતી. તો વળી જે ગામમાં કોરોનાના કેસ મળી આવ્યા છે, તેવા ગામમાં કોરોનામુક્ત થઇને આવતા દર્દીઓને ફરજિયાત પણે હોમ કોરોન્ટાઇન થાય તેની ખાસ ધ્યાન રાખવા ભારપૂર્વક જણાવ્યું હતું.
ગામમાં અન્ય લોકાના અવર-જવર પર પ્રતિબંધ તેમજ લોકડાઉન દરમિયાન લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી. સાથો સાથે દરેક ગ્રામજનો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા તેમજ ગામને વારંવાર સેનિટાઇઝ કરવા માટે જણાવ્યું હતું. પોતાના ગામને કોરોનામુક્ત રાખવા માટે ખાસ તકેદારી રાખવા સરપંચોને માહિતગાર કર્યા હતા.