ગુજરાત

gujarat

ETV Bharat / state

શામળાજી મંદિરમાં કોરોનાના યોગ્ય પાલન સાથે જન્માષ્ટમીના પર્વની ઉજવણી - ભગવાન કૃષ્ણના જન્મોત્સવ

અરવલ્લી જિલ્લાના શામળાજીમાં વિશ્વ પ્રસિદ્વ વિષ્ણું મંદિરમાં જન્માષ્ટમીના પ્રસંગે શામળિયા ઠાકોરના દર્શન કરવા આજે સોમવારે વહેલી સવારથી શ્રદ્વાળુઓ પહોંચ્યા હતા. આ દરમિયાન શ્રદ્વાળુઓએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

શામળાજી મંદિરમાં કોરોનાના યોગ્ય પાલન સાથે જન્માષ્ટમીના પર્વની ઉજવણી
શામળાજી મંદિરમાં કોરોનાના યોગ્ય પાલન સાથે જન્માષ્ટમીના પર્વની ઉજવણી

By

Published : Aug 30, 2021, 3:37 PM IST

  • ભગવાનને સોળે શણગારથી સજાવવામાં આવ્યા
  • ભગવાન કૃષ્ણના જન્મોત્સવને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી
  • આ વર્ષે પણ મટકીફોડના કાર્યક્રમો નહી યોજાય

અરવલ્લી : શામાળાજી મંદિરમાં જન્માષ્ટમીના પર્વ નિમેતે ઉજવણી કરવામાં આવી રહી છે, આજે સોમવારે વહેલી સવારે ભગવાન શામળિયા ઠાકોરની મંગળા આરતી કરવામાં આવી હતી. આ દરમિયાન ભગવાનને શોળે શણગાર કરવામાં આવ્યા છે, જેના દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ પહોંચ્યા હતા.

શામળાજી મંદિરમાં કોરોનાના યોગ્ય પાલન સાથે જન્માષ્ટમીના પર્વની ઉજવણી

આ પણ વાંચો:વડોદરાના બાળ કલાકારો કૃષ્ણ ભક્તિમાં લીન, સંગીતના માધ્યમથી કરી જન્માષ્ટમીની ઉજવણી

ભગવાનને સોળે શણગારથી સજાવવામાં આવ્યા

ભગવાનની શણગાર આરતી સવારે 9.15 વાગ્યે કરવામાં આવી હતી. ભગવાન શામળિયાને સોનાના આભૂષણો, હીરા જડિત મુકુટ સહિત વિશેષ વાઘા સાથે શણગાર કરાવવામાં આવ્યો હતો. કૃષ્ણ જન્મોત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે, આજે રાત્રે બરોબર 12 વાગ્યે શ્રીકૃષ્ણના જન્મોત્સવ ઉજવવામાં આવશે.

શામળાજી મંદિરમાં કોરોનાના યોગ્ય પાલન સાથે જન્માષ્ટમીના પર્વની ઉજવણી

આ પણ વાંચો:રામ અને કૃષ્ણની યુદ્ધ નીતિનો શું હતો ભેદ ?

કોરોના ગાઇડલાઇનનું કરાશે પાલન

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને લઈને મોટા ભાગના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જન્માષ્ટમીના દિવસે સાંજના સમયે યોજવામાં આવતા સાંસ્કૃતિક અને મટકીફોડ કાર્યક્રમો પણ આ વર્ષે નહીં યોજવા નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિરે દર્શન કરવા માટે આવતા ભક્તોએ સરકારની ગાઇડલાઇનને ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

ABOUT THE AUTHOR

...view details