રાજસ્થાનના ભીલવાડા તાલુકાના ચૌહાનુકા ખેડા ગામના કોન્ટ્રાકટરની ઇડર નજીક કૂવાના ખોદકામની કામગીરી ચાલી રહી છે. ઇડરથી કોન્ટ્રાકટર તેમની કાર લઈ રાજસ્થાન પરત ફરી રહ્યાં હતા.
શામળાજીમાં કાર-ટ્રક કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું મોત - અરવલ્લી ન્યૂઝ
અરવલ્લીના શામળાજી ગ્રામ પંચાયત નજીક કાર-ટ્રક કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં કારચાલક યુવકનું મોત નીપજ્યું હતું. કારમાં સવાર અન્ય 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકજામ હટાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
શામળાજી
જે દરમિયાન શામળાજી ગ્રામ પંચાયત નજીક હાઈવે પર રાજસ્થાન તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક-કન્ટેનરના ચાલકે કારને ટક્કર મારી હતી. જેના કારણે કારચાલક યુવક ડિવલ પ્રતાપસિંહ રાઠોડના ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શામળાજી પોલીસે ટ્રક-કન્ટેનર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. પોલીસ વધુ કાર્યવાહી હાથધરી હતી.