- PSI અને ASIની ભરતી પ્રક્રિયામાં અન્યાય થતા ઉમેદવારોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું
- ભરતી પ્રક્રિયાની જાહેરાતથી ઉમેદવારોમાં અસંતોષ
- કોલેજના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભરતી પ્રક્રિયામાંથી વંચિત રખાયા
આ પણ વાંચો :અર્ધસૈન્ય બળોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી માટે રજૂઆત
અરવલ્લી: તાજેતરમા ગૃહ વિભાગ દ્વારા PSI અને ASIની ભરતી પ્રક્રિયા અંગે જાહેરાત કરવામાં આવી છે. જોકે ભરતી પ્રક્રિયામાં અનામત અને અન્ય મુદ્દાઓને લઇ હવે વિવાદ થયો છે. ભરતી પ્રક્રિયાની જાહેરાતમાં અનુ. જાતિ, અનુ. જનજાતિ અને બક્ષીપંચની સંવિધાનિક અનામત બેઠકોમાં સંખ્યાના અનુપાતમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોલેજના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભરતી પ્રક્રિયામાંથી વંચિત રાખવા આવ્યા છે. તેમજ એપ્રિલ માસની ગરમીમાં દોડનું આયોજન કરવામાં આવ્યુ છે. તેને સ્થગિત કરવાની માગ કરવામાં આવી રહી છે. ગૃહ વિભાગ દ્વારા ઉમેદવારોની માગણીને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લઇને, સુધારાઓ સાથે ભરતી પ્રક્રિયા કરવામાં આવે તેવી માગ કરતુ આવેદનપત્ર ઉમેદવારો દ્રારા કલેક્ટરને આપવામાં આવ્યુ હતું.
અનામતની જોગવાઇ મુજબ એસ.સી/એસ.ટી બેઠકો ફાળવાઈ નથી