- અરવલ્લીમાં ફાયર NOC માટેનો કેમ્પ યોજાયો
- મોડાસા અને બાયડમાં 80 ટકા એકમોમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ
- NOC મેળવવા માટે કરેલી અરજીઓની કરાઇ સમીક્ષા
અરવલ્લી : રાજ્યમાં આગજનીની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તમામ શાળાઓ, કોલેજીસ, હોસ્પિટલ્સ અને કોમ્લેક્ષીસમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટના કડક વલણ બાદ, રાજ્યના તમામ જિલ્લાઓમાં ફાયર NOC અંગેના કેમ્પ યોજવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત અરવલ્લીમાં પણ મોડાસા નગરપાલિકા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ પણ વાંચો -ફાયર વિભાગે 10 શાળાઓ કરી સીલ
યોગ્ય પુરાવા સાથેની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો
આ કેમ્પમાં મોડાસા અને બાયડ નગરપાલિકાઓની હદ વિસ્તારમાં આવતા શાળા-કોલેજ, હોસ્પિટલ્સ અને કોમ્લેક્ષીસના હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં પ્રાદેશિક કમિશનર કચેરીના અધિકારીઓએ NOC મેળવવા માટે કરેલી અરજીઓની સમીક્ષા કરી હતી અને યોગ્ય પુરાવા સાથેની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.